રક્ષાબંધન પર મેંદા અને માવા વગર બનાવો આ દેશી મીઠાઇ

Jul 27, 2025, 04:57 PM

રક્ષાબંધન મીઠાઇ રેસીપી

રક્ષાબંધન ભાઇ માટે બજારની ભેળસેળવાળી મીઠાઇના બદલે ઘરે બનેલી શુદ્ધ સાત્વિક મીઠાઇ ખવડાવી જોઇએ. અહીં ઉત્તરપ્રદેશ અને બિહારની પ્રખ્યાત બાલુશાહી મીઠાઇ બનાવવાની સરળ રીત આપી છે.

બાલુશાહી બનાવવા માટે સામગ્રી

ચણાનો લોટ, ખાંડની ચાસણી, ઘી, ડ્રાયફુટ્સના ટુકડા, બેકિંગ સોડા

ચણાનો લોટ બાંધો

એક મોટા વાસણમાં ચણાનો લોટ ચાળી લો, તેમા ઘી, બેકિંગ સોડા અને પાણી ભેળવી નરમ લોટ બાંધી 10 થી 15 મિનિટ સુધી રહેવા દો

ખાંડની ચાસણી બનાવો

આ દરમિયાન તપેલીમાં 1 વાટકી પાણી અને 2 વાટકી ખાંડ નાંખી 1 તારની ચાસણી તૈયાર કરો

રોટલી બનાવો

ચણાના લોટ માંથી લુઓ બનાવી તેની પાતળી રોટલી વણી લો

બાલુશાહી બનાવો

પછી ચાકુ કે કટર વડે રોટલીને પાતળી પાતળી કાપો, હવે હાથ વડે બંને બાજુથી પકડી વળ આપી ગોળ આકાર આપો

બાલુશાહી ઘીમાં તળો

હવે એક કઢાઇમાં ઘી ગરમ કરી બાલુશાહીને સહેજ લાલ થાય ત્યાં સુધી તળો

બાલુશાહી ચાસણીમાં ડુબાડો

પછી તેને ગરમ ચાસણીમાં 5 મિનિટ સુધી ડુબાડી રાખી બહાર કાઢી લો

બાલુશાહી ગાર્નિશ કરો

આ બાલુશાહી પર કાજુ બદામ અને પીસ્તાના ટુકડા વડે ગાર્નિશ કરો

બાલુશાહી

ઘરે બનાવેલી બાલુશાહી મીઠાઇ 3 થી 5 દિવસ સુધી ફ્રેશ રહે છે.