Jul 25, 2025
રક્ષાબંધન પર બહેન ભાઇને રાખડી બાંધી મીઠાઇ ખવડાવી મોં મીઠું કરે છે. જો તમે પણ મારા ભાઇ માટે સ્પેશિયલ મીઠાઇ બનાવવા વિશે વિચારો છો, તો ચણા દાળ હલવો બનાવી શકાય છે. ઘરે બનાવેલો ચણા દાળ હલવો પ્રોટિનથી ભરપૂર અને શુદ્ધ હોય છે.
ચણાની દાળ, ઘી, ખાંડ બુરુ, એલચી પાઉડર, કાજુ બદામ પીસ્તાના ટુકડા, દૂધ
ચણા દાળ હલવો બનાવવા માટે સૌથી પહેલા ચણા દાળ પાણીમાં 2 થી 3 કલાક પલાળી રાખો. ત્યાર પછી હવે પ્રેશર કૂકૂરમાં પાણી નાંખી ચણા દાળ બાફી લો. ચણા દાળ એકદમ નરમ થઇ જવી જોઇએ.
મિક્સર જારમાં બાફેલી ચણા દાળ નાંખી તેની જાડી પેસ્ટ બનાવો.
ગેસ ચાલુ 1 કઢાઇમાં ઘી ગરમો
હવે ઘીમાં ચણા દાળની પેસ્ટ દૂધ ઉમેરી ગેસ પર મીડિયમ તાપે શકો, વચ્ચે વચ્ચે ચણા દાળ દાફે નહીં તેની માટે હલાવતા રહો
ચણા દાળની પેસ્ટ એકદમ ઘટ્ટ થાય અને મીઠી સુગંધ આવે ત્યાં સુધી શેકવી
ચણા દાળ બરાબર શેકાઇ ગયા બાદ તેમા ખાંડ બૂરું અને એલચી પાઉડર ઉમેરો
છેલ્લે ચણા દાળ હલવામાં કાજુ બદામ અને પીસ્તાના ટુકડા ઉમેરી ગાર્નિશ કરો.
ચણા દાળમાં ભરપૂર પ્રોટિન હોય છે, જે માંસપેશીઓને મજબૂત બનાવે છે. આ રક્ષાબંધન પર બજારની ભેળસેળ વાળી મીઠાઇના બદલે ભાઇ માટે ઘરે શુદ્ધ સાત્વિક મીઠાઇ બનાવો.