રક્ષાબંધન મીઠાઇ: કોકોનેટ સ્વીટ રોલ, જોતા જ મોંમાં પાણી આવી જશે

Jul 30, 2025, 01:04 PM

રક્ષાબંધન મીઠાઇ રેસીપી

રક્ષાબંધન પર ભાઇ માટે ભેળસેળવાળી મીઠાઇ ખરીદવાના બદલે તમારે ઘરે જ સ્વાદિષ્ટ અને શુદ્ધ બનાવવી જોઇએ. અહીં ઓછી સામગ્રી અને મહેતનમાં બનતી જતી કોકોનટ સ્વીટ રોલ રેસીપી આપી છે.

કોકોનટ સ્વીટ રોલ બનાવવા માટે સામગ્રી

કોપરાની છીણ, મિલ્ક પાઉડર, ઘટ્ટ દૂધ, ખાંડ બુરુ, એલચી પાઉડર, ફૂડ કલર, ડ્રાપફ્રૂટની કતરણી, ચાંદીની વરખ

કોકોનટ પાઉડર બનાવો

સુંકા કોપરના છીણો, પછી મિક્સર જારમાં નાંખી બારીક કોકોનટ પાઉડર બનાવો, આ કોકોનટ પાઉડરની ચારણી વડે ચાળી લો

દૂધ મિક્સ કરો

હવે એક બાઉલમાં કોકોનટ પાઉડર, મિલ્ક પાઉડર, એલચી પાઉડર, ખાંડ બૂરું અને ઘટ્ટ દૂધ ઉમેરો

લોટ બાંધો

પછી હાથ વડે આ બધી સામગ્રી મિક્સ કરી નરમ લોટ જેવું કણક બનાવો

બે ભાગ પડો, કલર ઉમેરો

આ લોટના 2 ભાગ પાડો, એક ભાગને સફેદ રાખો અને બીજા ભાગમાં તમારા મનપસંદ ફૂડ કલર ઉમેરો, લોટના બંને ટુકડાને હાથ વડે બરાબર મસળી લો

ભાખરી જેવું વણો

કોકોનટ પાઉડરના લોટને વલણ વડે ભાખરી જેટલો જાડો અને લંબચોરક આકારમાં વણી લો

બંને પડે 1 સાથે વણો

હવે સફેદ અને કલર વાળા વલણેના ભાગને એકબીજા ઉપર મૂકી ફરી વણો, જેથી બંને ભાગ એક બીજા સાથે બરાબર ચોંટી જાય

રોલ બનાવો

આ કટર વડે કોકોનટ રોલના 2-2 ઇંચ પહોંળા ટુકડા કાપી રોલ બનાવો

કોકોનટ સ્વીટ રોલ તૈયાર

આ રીતે ઘરે બનાવેલા કોકોનટ સ્વીટ રોલ ફ્રિજ માં 5 થી 7 દિવસ સુધી ફ્રેશ રહે છે.