Aug 04, 2025
2-3 ચમચી ઘી, 250 ગ્રામ બેસન, 1 બાઉલ કોપરાનું છીણ, 2 કપ ગોળ, તમારા સ્વાદ અનુસાર ડ્રાય ફ્રૂટ્સ, ઈલાયચી પાઉડર અને જરૂર મુજબ પાણી
સૌ પ્રથમ એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં ચણાનો લોટ શેકી લો, તે મિશ્રણને જ્યાં સુધી બેસન ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી સતત હલાવતા રહો.
હવે બેસનમાં કોપરાનું છીણ ઉમેરો, તેમાં ઈલાયચી પાઉડર, ડ્રાયફ્રૂટ્સ અને તડબૂચના બીજ ઉમેરી સારી રીતે મિક્ષ કરો.
હવે એક બીજી કડાઈ ગરમ કરો, તેમાં ગોળ અને પાણી ઉમેરો, સતત મિક્ષ કરતા રહો જ્યાં સુધી ચાસણી તૈયાર ન થઇ જાય.
તૈયાર ગોળ ચાસણીને હવે બેસનના મિશ્રણમાં ઉમેરો, સારી રીતે હલાવતા રહો. હવે એક ડીશને ઘી અથવા તેલ ગ્રીસ કરો તેમાં આ મિશ્રણ પાથરો.
આ મિશ્રણ ઠંડુ થાય એટલે તેને ચોરસ ટુકડામાં કટ કરો, તડબૂચના બીજ અને ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી સર્વ કરો.