Rakshabandhan 2024 : રક્ષાબંધનના તહેવાર પર બનાવો ટેસ્ટી ફરાળી પરફેક્ટ સીંગ પાક, જાણો ખાસ રેસીપી

Aug 19, 2024, 08:48 AM

રક્ષાબંધન શ્રાવણ માસમાં આવે છે, આ મહિનામાં ઉપવાસનું ઘણું મહત્વ છે. વ્રત દરમિયાન અનાજ ખાઇ શકાતું નથી. ફળ, દૂધ અને ફરાળી પદાર્થ જ ખાઇ શકાય છે. તો આવો જાણીએ ફરાળી સીંગ પાક બનાવવાની સરળ રીત. સીંગ માંથી બનતો ફરાળી સીંગ પાક સાત્વિક અને સ્વાદથી ભરપૂર છે. ફરાળી સીંગ પાક બનાવવો ખૂબ જ સરળ છે. જાણો ફરાળી સીંગ પાક રેસિપી

સામગ્રી

1.5 કપ મગફળી (શેકેલી), 1/2 કપ ખાંડ, 1/4 કપ પાણી, 30 ગ્રામ મિલ્ક પાવડર, 1/4 ચમચી ઈલાયચી પાવડર, 1 ચમચી ઘી પિસ્તા ગાર્નિશ માટે

સીંગ પાક રેસીપી

સૌ પ્રથમ સીંગદાણાને ગરમ પેનમાં ધીમી આંચે 5 મિનિટ માટે સારી રીતે શેકી લો. ત્યારબાદ તેના તેના ફોતરાં કાઢી લો અને મિક્ષરમાં ગ્રાઈન્ડ કરી પાઉડર તૈયાર કરો.

સીંગ પાક રેસીપી

હવે એક પેનમાં ખાંડ ગરમ કરો એમાં જરૂર મુજબ પાણી નાખો, ત્યારબાદ તેને સતત મિક્ષ કરતા રહી સારી ચાસણી તૈયાર કરો.

સીંગ પાક રેસીપી

હવે તૈયાર ચાસણીમાં સીંગનો પાઉડર નાખો, થોડો મિલ્ક પાઉડર નાખો, ઈલાઈચી પાઉડર નાખો, હવે બધું સારી રીતે મિક્ષ કરી લો.

સીંગ પાક રેસીપી

આ પાકના મિક્ષરને સતત હલાવતા રહો,બેટર શેકાઈ જાય એટલે ઠંડુ થવા માટે એક ડીશમાં પાથરો.થોડું ઠંડુ થઇ એટલે એના પર પિસ્તાનો ભૂકો નાખો, પાકને ચોરસ કટ કરો અને સર્વ કરો.

Raksha Bandhan 2024 : રક્ષાબંધન પર આ રીતે બનાવો કાજુ કતરી, તહેવાર રહેશે યાદગાર