Raksha Bandhan 2024 : રક્ષાબંધન પર આ રીતે બનાવો કાજુ કતરી, તહેવાર રહેશે યાદગાર

Aug 15, 2024, 06:12 PM

સામગ્રી

1 મોટો બાઉલ કાજુ, 2 કપ ખાંડ, જરૂર મુજબ પાણી, ઈલાયચી પાઉડર, 2 ચમચી ઘી

કાજુ કતરી રેસીપી

સૌ પ્રથમ એક મોટા પેનમાં ખાંડ નાખો અને જરૂર મુજબ પાણી નાખીને એક ગરમ કડાઈમાં ખાંડની ચાસણી તૈયાર કરો.

કાજુ કતરી રેસીપી

ત્યારબાદ કાજુને સાફ કરીને મિક્ષર ગ્રાઈન્ડરમાં કાજુની પેસ્ટ બનાવી લો. હવે ગરમ ચાસણી ચેક કરતા રહો હવે એમાં 2 ચમચી ઘી નાખો, અને કાજુની પેસ્ટ ઉમેરો.

કાજુ કતરી રેસીપી

કાજુની પેસ્ટ સતત હલાવતા રહો જ્યાં સુધી કાજુઈ પેસ્ટ પ્રોપર કુક ન થઇ જાય, સતત હલાવો જેથી તે કડાઈમાં ચોંટી ન જાય.ત્યારબાદ એમાં ઈલાયચી પાઉડર ઉમેરો.

કાજુ કતરી રેસીપી

ઈલાયચી પાઉડર ઉમેર્યા બાદ મિશ્રણને સતત મિક્ષ કરો, અને ચેક કરો કે પેસ્ટ પ્રોપર કુક થઇ છે કે નહિ, જો પેસ્ટ નોન સ્ટીકી થઇ ગઈ હોઈ તે મિશ્રણ કુક થઇ થઇ છે.

કાજુ કતરી રેસીપી

મિશ્રણ ઠંડુ થઇ એટલે એનો લોટ બાંધો અને સારી રીતે વેલણથી જાદુ લેયર વણી લો. અને તેના પર ચાંદીનો વરખ લગાવો.ત્યારબાદ એને સરખા પીસમાં કટ કરી લો. એટલે તમારી કાજુ કતરી તૈયાર છે. કાજુ કતરીની માજા માણો.

Sojino Shiro Recipe : ખાંડ નહિ આ આ રીતે ગોળમાં બનાવો સોજીનો શિરો, જાણો બનાવની સરળ રીત