¾ કપ મગની મોગર દાળ, ¼ કપ ચણાની દાળ, 1 ચમચી અડદ દાળ, જરૂર મુજબ પાણી, સ્વાદ પ્રમાણે મીઠું, તેલ - તળવા માટે, 4 લીલા મરચાં, 2 ચપટી આમચૂળ પાવડર
1 કપ મૂળાના પાન (પાલક પણ ચાલે), 1 ચમચી લીંબુનો રસ, 5 લીલા મરચાં 1/4 કપ, કોથમીર, 1/4 કપ ફુદીનાના પાન, 1/2 કપ સેવ, જરૂર મુજબ પાણી
સૌ પ્રથમ આપણે મગની દાળ, અડદની દાળ, ચણાની દાળને આખી રાત પલાળી રાખો, ત્યારબાદ મિક્સરમાં જાડી પેસ્ટ તૈયાર કરો.
બેટર મીડીયમ રાખો,ત્યારબાદ તેને ફેટી લેવું કેસુધી તે નરમ ન થાય, જ્યારે તે ફૂલવા લાગે, ત્યારે તેને બાજુ પર રાખો.
કોથમીર અને ફુદીનાના પાનને તેને મિક્સરમાં નાખો. તેમાં લીલા મરચાં, લીંબુનો રસ, મીઠું અને પાણી ઉમેરીને ચટણી તૈયાર કરો. પછી થોડો અમચૂલ પાઉડર ઉમેરો.
ગેસ પર એક પેન ગરમ કરી તેમાં તેલ નાખો, ગરમ થવા દો, ત્યારે વાટેલી દાળમાં મીઠું અને 1 ચમચી લીલી ચટણી ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરો.
તેલ ગરમ થયા પછી, તેમાં દાળના નાના ગોળા બનાવો અને તેને સોનેરી થાય ત્યાં સુધી તળો. ત્યારબાદ, તેને પાણીમાં નાખો અને 10 મિનિટ માટે છોડી દો.
પીરસવા માટે, તેને પાણીમાંથી બહાર કાઢો, પાણી થોડું નિચોવી તેના પર લીલી ચટણી અને છીણેલા મૂળા ન હોઈ તો તમે ડુંગળી નાખો અને સર્વ કરો.