Mar 14, 2024

રમઝાન દરમિયાન ડાયાબિટીસના દર્દીઓનું ડાયટ આવું હોવું જોઈએ, જાણો

Shivani Chauhan

રમઝાનના પવિત્ર મહિનાની શરૂઆત થઇ ગઈ છે. આ દરમિયાન મુસ્લિમ ધર્મના લોકો રોજા રાખે છે અને અલ્લાહની ઈબાદત કરે છે.

Source: canva

રમઝાન દરમિયાન, વહેલી સવારે ભોજન લીધા બાદ સાંજ સુધી ઉપવાસ કરવામાં આવે છે અને સાંજે ઈફ્તારી થાય છે.

જેમાં અનેક પ્રકારના ભોજન જેમાં સ્વીટ્સ અને અન્ય સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવે છે.

આ ઉપવાસ તોડતા વધુ પ્રમાણમાં જમી લેવું, વધારે ગ્લાયકેમિક ઇન્ડેક્સવાળા ખોરાકનું સેવન વગેરેને કારણે ડાયાબિટીસના દર્દીઓ માટે પડકાર ઉભો થઇ શકે છે.

જો કે, સાવચેતીપૂર્વક રાખવું જરૂરી છે. તેમના માટે યોગ્ય લાઇફસ્ટાઇલ અને હેલ્થી ડાયટનું પાલન કરવું ખુબજ મહત્વપૂર્ણ છે.

ડાયાબિટીસના દર્દીઓએ શું કરવુંnnરમઝાન દરમિયાન પૂરતી અને યોગ્ય ઊંઘ બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે.

Source: canva

ડાયાબિટીસના દર્દીઓએ શું કરવુંnnડાયટમાં ઈફ્તારીમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને હેલ્થી ફેટ્સનો સમાવેશ થવો જોઈએ. આ બ્લડ સુગરના વધારાને રોકવામાં મદદ કરે છે.

ડાયાબિટીસના દર્દીઓએ શું કરવુંnnઇફ્તાર અને સુહૂરના વચ્ચેના ગાળામાં પુષ્કળ પાણી પીવાથી શરીર હાઈડ્રેટેડ રહે છે..

ડાયાબિટીસના દર્દીઓએ શું કરવુંnnનીચું ગ્લાયકેમિક ઇન્ડેક્સ ધરાવતા કાર્બોહાઇડ્રેટ્સ પસંદ કરો, જેમ કે જેમાં કઠોળમાં દાળ, ચણા અને શાકભાજી અને આખા અનાજમાં રાગી, બાજરી, જુવાર, ઓટ્સ, બ્રાઉન રાઇસ, ક્વિનોઆનો સમાવેશ કરો. 

આ પણ વાંચો:nnDates : સારી ક્વોલિટીની અને નકલી ખજૂર આ રીતે ઓળખો, જાણો ટિપ્સ

Source: canva