Mar 13, 2024

Ramadan : આ સુપર ફૂડ્સનું સેવન રમઝાનમાં કરો સેવન, એનર્જી જળવાઈ રહેશે

Shivani Chauhan

રમઝાન દરમિયાન સુહૂર એટલે કે સવારે વહેલા લેવામાં આવતું ભોજન અને ઇફ્તાર એટલે કે સાંજે લેવામાં આવતું ભોજન.

રમઝાન દરમિયાન આ સુપરફૂડનો સમાવેશ કરી દિવસભર તમારી એનર્જી લેવલ જાળવી શકો છો.

 આ સુપરફૂડનું કરો સેવનnnખજૂર : રમઝાન દરમિયાન સાંજે ખજૂર ખવાઈને ઉપવાસ તોડવો એ પરંપરાગત રીત છે, ખજૂર ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ જેવી કુદરતી શર્કરાઓથી ભરપૂર તમને ઝડપી અને સતત ઉર્જા પ્રદાન કરે છે.

 આ સુપરફૂડનું કરો સેવનnnખજૂર પોટેશિયમનો પણ સારો સ્ત્રોત છે, તેનું ઇલેક્ટ્રોલાઇટ સ્નાયુઓના કાર્યને નિયંત્રિત કરવામાં અને થાક દૂર કરવામાં મદદ કરે છે.

 આ સુપરફૂડનું કરો સેવનnnચિયા બીજ : ચિયા સીડ્સ ઓમેગા-3 ફેટી એસિડ, ફાઈબર અને પ્રોટીનથી ભરપૂર હોય છે.જે તમને હાઇડ્રેટેડ રાખવામાં અને ભૂખ ન લગાડવામાં મદદ કરી શકે છે.

 આ સુપરફૂડનું કરો સેવનnnશક્કરીયા:તેનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ નીચું છે જે સમગ્ર દિવસ દરમિયાન એનર્જી લેવલ ટકાવી રાખવા માટે ફાયદાકારક બની શકે છે.

 આ સુપરફૂડનું કરો સેવનnnદહીં : દહીંમાં રહેલા સારા બેક્ટેરિયા, આંતરડાના સ્વાસ્થ્યને સુધારી શકે છે, જે એકંદર સુખાકારી અને એનર્જી લેવલ જાળવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

 આ સુપરફૂડનું કરો સેવનnnસાદું દહીં પસંદ કરો અને સ્વાદિષ્ટ અને ગટ-ફ્રેંડલી સુહૂર વિકલ્પ માટે બેરી, બદામ અથવા બીજ જેવા તમારા પોતાના ટોપિંગ્સ ઉમેરો.

આ પણ વાંચો: nnHealth Drinks : સવારે આ હેલ્ધી ડ્રિંક લો, ગરમીથી આપશે રાહત