રણોત્સવ 2025 : કચ્છની આ ફેમસ વાનગીઓ અવશ્ય ટ્રાય કરજો

Dec 01, 2025, 09:20 PM

કચ્છનો ફેમસ રણોત્સવ

કચ્છનો ફેમસ રણોત્સવ શરુ થઇ ગયો છે. મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે કચ્છમાં ફરવા જાય છે.

કચ્છની ફેમસ વાનગી

જો તમે પણ ત્યાં જઇ રહ્યા છો તો કચ્છની આ ફેમસ વાનગી ખાવાનું ભૂલતા નહીં.

દાબેલી

કચ્છની દાબેલી ઘણી જ લોકપ્રિય છે. ભાગ્યે જ કોઇ હશે જેણે કચ્છની દાબેલી નહીં ખાધી હોય. કચ્છમા માંડવી, ભૂજ કે ગમે ત્યાં જવા દાબેલી જોવા મળશે.

ગુલાબ પાક

કહેવાય છે કે ગુલાબ-પાકનું સંશોધન કચ્છમાં કરવામાં આવ્યું હતું. તે શુદ્ધ ગુલાબની પાંખડીઓમાથી બનતી એક મીઠી મધુરી મીઠાઇ છે. ગુલાબ-પાકની બનાવટ માટે શુદ્ધ ગુલાબની પાંખડીઓ, બદામ, કાજુ, પિસ્તા, દૂધ અને ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે.

પકવાન

પકવાન કચ્છ ની પ્રખ્યાત વાનગી છે, જો તમે કચ્છમાં જઈને પકવાન નથી ખાધું તો તમારો પ્રવાસ અધુરો છે. ફરસાણની દુનિયામાં કચ્છના સ્પેશિયલ પકવાનોનું આગવું સ્થાન છે. છાજલી પકવાન શુદ્ધ અને સાત્વિક છે ખારા-મોળા અને લાંબો સમય સુધી બગડતા નથી તેનો વધુ પડતો ઉપયોગ સવારે ચા સાથે નાસ્તામાં ખવાય છે.

કચ્છી થાળી

કચ્છી થાળીમાં એકદમ દેશી ખોરાક ખાવાનો અલગ જ આનંદ આવે છે. સામાન્ય રીતે કચ્છી ભોજનમાં રોટલી અથવા રોટલા, દહી, માખણ, દૂધ, દાળ, કઢી, ખીચડી, શાક, પાપડ અને કચ્ચુમ્બર હોય છે.

અડદીયા

અડદીયા કચ્છની પ્રસિદ્ધ મીઠાઈ છે જે ફક્ત શિયાળામાં જ મળે છે. ઠંડીની સિઝનમાં તે ઘણા ફાયદાકારક છે. અડદીયા આરોગ્ય માટે પણ અનેક રીતે લાભકારી છે. આ શુદ્ધ ઘીમાં બનાવવામાં આવે છે.

ઓળો

ઓળો, એક કચ્છી સ્વાદિષ્ટ વ્યંજન છે. રિંગણના ઓળાને બાજરીના રોટલા સાથે ખાવાની એક અલગ જ મજા છે. તેની સાથે લસણ ચટની, ગોળ અને ઠંડી છાશ હોય તો ભોજનનો આનંદ વધારે વધી જાય છે.