રાઈસ સાથે ટેસ્ટી અને મસાલાથી ભરપૂર રસમ ઘરે બનાવો, ખાતા રહી જશો!

May 09, 2025, 03:52 PM

ઉનાળા (Summer) માં લોકોને રસોઈ બનાવવામાં વધારે મહેનત કરવાનું મન થતું નથી, પરંતુ છતાં રસોઈ બનાવી પડે છે. આ દક્ષિણ ભારતીય રેસીપી સમય બચાવશે અને એક સ્વાદનો આનંદ માણવા દેશે.

રસમ તેના મસાલેદાર સ્વાદ માટે જાણીતું છે. અથવા આ દક્ષિણ ભારતીય રેસીપી છે. ખાસ વાત એ છે કે રસમ ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે. અહીં ઓછા સમયમાં રસમનો તમે આનંદ માણી શકો તેવી રેસીપી શેર કરી છે,

રસમ રેસીપી

તુવેરની દાળની રસમ બનાવવા માટે દાળ બાફો. એક પેનમાં સરસવનું તેલ લો, તેમાં રાઈ, મીઠો લીમડો, હિંગ, મરચાં વગેરે ઉમેરો.

રસમ રેસીપી

ત્યારબાદ ટામેટાં ઉમેરો અને એક મિનિટ માટે સાંતળો, ટામેટાં ઓગળી જાય પછી, એમાં હવે દાળ નાખો અને ધીમા તાપે 10-15 મિનિટ સુધી કુક કરો.

રસમ રેસીપી

એમાં સ્વાદ મુજબ આમલીની પેસ્ટ ઉમેરો. જીરું, લસણ, આદુ, કાળા મરીને બારીક પીસી લો અને તેને દાળ સાથે મિક્સ કરો. સ્વાદ મુજબ મીઠું ઉમેરો. જો તમને રસમ જાડું લાગે તો થોડું પાણી ઉમેરો.

રસમ રેસીપી

રસમને અલગમાં અલગથી વઘાર કરવા માટે એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરો. તેમાં રાઈ, મીઠો લીમડો, હિંગ અને લાલ મરચું પાવડર ઉમેરો. આ મસાલા તૈયાર કરો અને તેને ગરમ દાળમાં મિક્સ કરો અને રસમ ઢાંકી દો. આ પછી ગરમા ગરમ રસમ પીરસો.

દરેક રસમમાં દાળ હોય તે જરૂરી નથી, તેમાં કાળા મરી, જીરું, લસણ અને મીઠો લીમડો હોય છે. જેના કારણે રોગપ્રતિકારક શક્તિ વધે છે. તે પાચનક્રિયામાં પણ સુધારો કરે છે.

રસમ ફોલિક એસિડ, વિટામિન A, B3, C, ઝીંક, કોપર, મેગ્નેશિયમ, સેલેનિયમ, આયર્ન અને કેલ્શિયમ જેવા પોષક તત્વોનો સારો સ્ત્રોત છે. ઘણા લોકો તેમાં શાકભાજી પણ ઉમેરે છે.

કાઠિયાવાડી તીખા ગાંઠિયાનું શાક, મિનિટોમાં ઘરે બની જશે!