રસગુલ્લા રેસીપી, ઘરે પણ એકદમ ટેસ્ટી અને નરમ બનશે

May 10, 2025, 11:30 PM

રસગુલ્લા બંગાળી મીઠાઇ

રસગુલ્લા સ્વાદીષ્ટ હોય છે અને તે પરંપરાગત બંગાળી મીઠાઈ છે.

રસગુલ્લા રેસીપી

રસગુલ્લા તમે ઘરે પણ આસાની રીતથી બનાવી શકો છો. અહીં રસગુલ્લાની રેસીપી જણાવી રહ્યા છીએ.

રસગુલ્લા સામગ્રી

દૂધ, લીંબુનો રસ, ખાંડ, પાણી, કોર્ન ફ્લોર, ઈલાયચી નો પાઉડર

રસગુલ્લા બનાવવાની રીત - સ્ટેપ 1

સૌ પ્રથમ દૂધને ગરમ કરવા મૂકો. એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દો અને સાધારણ વરાળ નીકળી જાય એટલે તેમાં લીંબુનો રસ અને તેટલું પાણી મિક્સ કરીને ધીરે ધીરે ઉમેરો.

સ્ટેપ 2

જ્યારે દૂધ પૂરી રીતે ફાટી જાય ત્યારે એક મોટી ચાળણીની ઉપર મલમલનું કપડું પાથરી દો અને તેની ઉપર ફાટેલું દૂધ નાખો. પનીર કપડાંમાં રહી જશે અને બધુ પાણી નીકળી જશે.

સ્ટેપ 3

લીંબુની ખટાશ કાઢવા માટે પનીર ઉપર સાદા પાણીના 2-3 ગ્લાસ નાખો અને બધુ પાણી કાઢી નાખો. આ પછી તેને મલમલના કપડાંમાં બાંધી દો. જેથી બધુ પાણી નીકળી જાય.

સ્ટેપ 4

આ પનીરને એક વાસણમાં લો અને તેમાં એક ચમચી કોર્ન ફ્લોર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો અને પાંચ મિનિટ માટે મસળી લો. આ પછી તેના નાના ગોળા વાળી લો.

સ્ટેપ 5

ચાસણી બનાવવા માટે એક મોટા વાસણમાં ખાંડ,પાણી અને એલાઇચી નાખો અને મધ્યમ આંચ પર ગરમ કરવા મૂકો. જ્યારે ચાસણી ઉકળવા લાગે ત્યારે તેમાં ગોળા નાખો.

સ્ટેપ 6

વાસણને ઢાંકણથી ઢાંકો અને મધ્યમ આંચ પર પકાવો. તેને 10-15 મિનિટ માટે રહેવા દો. આ રીતે તમારા ટેસ્ટી રસગુલ્લા તૈયાર થઇ જશે.

રસગુલ્લા તૈયાર

રસગુલ્લાને એક મોટા બાઉલમાં કાઢો અને તેને થોડા કલાકો માટે ઠંડા થવા દો. રસગુલ્લા હવે પીરસવા માટે તૈયાર છે.