Malpua Recipe : રથ યાત્રા પર ભગવાન જગન્નાથને ધરો માલપુઆનો પ્રસાદ, જાણો સરળ રેસીપી

Jul 08, 2024, 10:50 AM

રથયાત્રાના અવસરે ભગવાન જગન્નાથને ધરાવો મીઠો પ્રસાદ માલપુઆ, જે ખુબજ ટેસ્ટી બનેછે અને જલ્દી બની જાય છે, જાણો કેવી રીતે બનાવશો

સામગ્રી

1 કપ મેંદો, ½ ચમચી ઈલાઈચી પાવડર, 1 ચમચી વરિયાળીનો પાઉડર, અને 1½ કપ દૂધ, 1/2 કપ મિલ્ક પાવડર, 5-6 ચમચી ઘી

ખાંડની ચાસણી માટે સામગ્રી

1/2 કપ ખાંડ, 1/4 કપ પાણી અને 7-8 સેર કેસર

મેથડ :

એક મિક્સિંગ બાઉલમાં દૂધ અને મિલ્ક પાવડર રેડો અને સારી રીતે મિક્સ કરો. બધુ બરાબર મિક્સ કરી બેટર બનાવવા માટે મેંદો, વરિયાળી પાઉડર અને ઈલાઈચી પાવડર ઉમેરો.

મેથડ

સહેજ પાણી જેવું બેટર બનાવવા માટે જરૂર મુજબ દૂધ ઉમેરો.બેટરને અડધા કલાક માટે રેસ્ટ આપો. હવે માલપુઆને તળવા માટે ઘી ગરમ કરો.

મેથડ

કડાઈમાં નાના શેપમાં માલપુઆ બનાવવા માટે માલપુઆનું બેટર રેડો અને મધ્યમ આંચ પર હોવું જોઈએ. માલપૂઆને બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા દો.

ચાસણી બનાવવા માટે

એક વાસણમાં 1/2 કપ ખાંડ, 1/4 કપ પાણી અને 7-8 સેર કેસર ઉમેરો.મધ્યમ આંચ પર ખાંડને ઓગાળી લો. 1 તારની ચાસણી થાય ત્યાં સુધી તેને ઉકાળો.

માલપુઆ

થઇ જાય એટલે સીધા ગરમ ખાંડની ચાસણીમાં ઉમેરો.તેમને દરેક બાજુ 30 સેકન્ડ માટે ચાસણીમાં પલાળવા દો.સમારેલા બદામ સાથે માલપુઆને સર્વ કરો અને ગાર્નિશ કરો.

kids lunch box recipe : બાળકોના લંચ બોક્સમાં મુકો હેલ્થી આલુ પરાઠા બાઈટ્સ