મગ ચલાવે પગ' એ કહેવત તમે સાંભળી હશે ! મગ ખુબજ તાકાત વાળા માનવામાં આવે છે, ફણગાવેલા મગ પ્રોટીન, વિટામિન A, B, D અને E તેમજ ખનીજ તત્વોથી ભરપૂર હોય છે.
મગ રથયાત્રા દરમિયાન લાંબા સમય સુધી ચાલતા ભક્તોને એનર્જી પૂરી પાડે છે અને તેમને લાંબા સમય સુધી ભૂખ લાગવા દેતા નથી. બીમાર વ્યક્તિને પણ ઊભા કરવાની તાકાત મગમાં હોય છે તેમ મનાય છે.
ચોમાસાની શરૂઆતમાં રથયાત્રા નીકળે છે, ત્યારે વાતાવરણમાં ભેજ અને ગરમીને કારણે ડિહાઇડ્રેશનની શક્યતા રહે છે.
કાકડીમાં પુષ્કળ પાણી અને પોષક તત્વો હોય છે, જે શરીરને હાઈડ્રેટેડ રાખે છે અને તાજગી આપે છે.
જાંબુ ચોમાસાનું ફળ છે અને તેમાં લગભગ 80% પાણી હોય છે. તે મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને સોડિયમથી પણ ભરપૂર હોય છે, જે ભેજવાળા વાતાવરણમાં શરીરને શક્તિ પ્રદાન કરે છે.