બફવડાથી વધુ સ્વાદિષ્ટ ફરાળી કટલેસ, વ્રત ઉપવાસમાં જરૂર ટ્રાય કરો

Jun 05, 2025, 11:19 AM

ફરાળી કટલેસ બનાવવાની રીત

કટલેસ એક પ્રખ્યાત વાનગી છે. લગ્ન પ્રસંગોમાં બનતી કટલેસ ખાવામાં ટેસ્ટી હોય છે. અહીં વ્રત ઉપવાસમાં પણ ખાઇ શકાય તેવી કાચા કેળાની ફરાળી કટલેસ બનાવવાની સરળ રીત આપી છે.

કાચા કેળાની કટલેસ માટે સામગ્રી

કાચા કેળાની કટલેસ બાફેલા કાચા કેળા, લીલા મરચા, બાફેલા બટાકા, જીરું આમચુર પાઉડર, સીંગ દાણાનો ભૂકો, તેલ, ફરાળી મીઠું, સિંગોડા ની લોટ

કાળા કેળા અને બટાકા બાફો

કાળા કેળાની ફરાળી કટલેસ બનાવવા માટે સૌથી પહેલા કાળા કેળા અને બટાકા કુકરમાં પાણી નાંખી બાફી લો.

કાચી શીંગ શેકો

આ દરમિયાન કાચી સીંગ શેકી લો, તેના ફોતરા કાઢી સીંગનો અધકચરી ભૂકો બનાવી લો.

કટલેસનો મસાલો તૈયાર કરો

હવે એક બાઉલમાં બાફેલા બટાકા અને કાચા કેળા મેશ કરી લો. તેમા લાલ મરચું પાઉડર, જીરું ઝીણા સમારેલા લીલા મરચા, આમચુર પાઉડર, ફરાળી મીઠું ઉમેરી બધી સામગ્રી બરાબર મિક્સ કરી દો.

કટલેસ બનાવો

હવે હાથ વડે આ મસાલા માંથી નાની મીડિયમ કદની ગોળી કટલેસ બનાવો. આ કટલેસને શિંગોડાના લોટમાં લપેટી સાઇડમાં મૂકી દો. બીબા વડે પણ કટલેસ બનાવી શકાય છે.

કટલેસ ફ્રાય કરો

ગેસ પર એક નોન સ્ટીક તવી ગરમ કરી કટલેસને શેકી લો. મીડિયમ તાપે કટલેસ બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકવાની. કટલેસ શેકવા માટે તેલનો ઉપયોગ કરી શકાય છે.

કાચા કેળાની કટલેસ

ગરમાગરમ કાચા કેળાની કટલેસ તૈયાર છે. આ કટલેસને ફુદીના લીલા મરચાની ચટણી અને ખજૂર ગોળ આમલીની ચટણી સાથે સર્વ કરો.

ફરાળી કટલેસ રેસીપી

કાચા કેળાની કટલેસને વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવા માટે બાફેલા ગાજર અને બીટ પણ ઉમેરી શકાય છે.