ઉનાળાની ઋતુ એટલે કેરીની ઋતુ! આ ઋતુમાં ગરમી દરમિયાન ભરપૂર માત્રામાં કેરીઓ આવે છે.
જેમાં કાચી કેરી માંથી ચટણી, કાચી કેરીનો શરબત વગેરે બને છે, પરંતુ કાચી કેરી માંથી તમે કંઈક અલગ ખાટું, મીઠું અને મસાલેદાર બનાવી શકો છો, જેમાં એક છે રસમ
આ રસમ ખાસ છે કારણ કે, તે પચવામાં ઇઝી છે અને લૂથી પણ બચાવશે. જાણો લો રસમ રેસીપી
રસમ રેસીપી સામગ્રી : 2 કાચી કેરી, 1 ઇંચ આદુ, 2 લીલા મરચા, 2 લસણ, લવિંગ, 2 કપ પાણી, 2 ચમચી ગોળ પાવડર,1 ચમચી મરી પાઉડર, 1 સમારેલ ડુંગળી, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી બ્લેક સોલ્ટ, 1 ચમચી તેલ , 1 ચમચી રાઈ, 2 સૂકા લાલ મરચા, 15-20 મીઠા લીમડાના પાન
મેથડ : કાચી કેરી, આદુ, લસણ, લીલાં મરચાંને ગેસ સ્ટવ પર ધીમી આંચએ શેકી લો. યોગ્ય રીતે શેકી લીધા બાદ કેરીને છોલીને બારીક કાપો.
આદુ, લસણને પણ છોલી લો. હવે, આને થોડું પાણી એડ કરી સ્મૂધ પ્યુરી બનાવી લો. પ્યુરીને એક બાઉલમાં નીકાળી લો. તેમાં ગોળ, મરી, ડુંગળી, મીઠું અને બ્લેક સોલ્ટ સાથે ઉમેરો.
આ બધું પ્રોપર મિક્ષ કરો. હવે વઘાર માટે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ, સૂકા લાલ મરચા અને મીઠા લીમડાના પાન ઉમેરો અને આ વઘાર રસમ પર રેડો. હવે રસમને ભાત સાથે સર્વ કરો.