Recipe Tips : આ ચિપ્સ વજન વધારશે નહિ પરંતુ ઘટાડશે, હિમોગ્લોબીન પણ વધારશે , જાણો ખાસ રેસીપી

Apr 27, 2024, 01:37 PM

ક્રિસ્પી ચિપ્સ ખાવાની કોને પસંદ નથી! પરંતુ ચિપ્સ તેલમાં તળાવમાં આવતી હોવાથી આપણે એ ફૂડ અવોઇડ કરીયે છીએ.

પરંતુ અહીં ખાસ ચિપ્સનું હેલ્થી વરઝ્ન શેર કર્યું છે ચિપ્સને એરફ્રાયર કરવામાં આવી છે તે તમારું વજન ઘટાડશે નહિ પરંતુ વેઇટ લોસ કરવામાં મદદ કરશે.

આ ચિપ્સ બીટ માંથી બનાવામાં આવે છે તેથી એનેમીયા હોઈ કે હિમોગ્લોબીનની ઉણપ હોય એના માટે પણ ચિપ્સ સ્વાદની સાથે હેલ્ધી પણ છે, જાણો ચિપ્સની રેસીપી

લો કેલરી બીટરૂટ ચિપ્સ રેસીપી

લો કેલરી બીટરૂટ ચિપ્સ રેસીપી સામગ્રી : 2 મધ્યમ બીટરૂટ, 2 ચમચી ઓલિવ, સ્વાદ મુજબ મીઠું

લો કેલરી બીટરૂટ ચિપ્સ રેસીપી

મેથડ : બીટને પ્રોપર વોશ કરીને ચિપ્સ જેવી સ્લાઈસ કરી લો, સ્લાઈસ કર્યા પછી, તેને સૂકવી દો. હવે મીઠું અને ઓલિવ ઓઇલ સાથે સીઝન કરો.

લો કેલરી બીટરૂટ ચિપ્સ રેસીપી

10 મિનિટ માટે 150 ° સે પર એરફ્રાય કરો, પછી ટેમ્પરેચરને 180 ° સુધી વધારી દો અને ફરીથી 8 મિનિટ માટે એર ફ્રાય કરો. બીટરૂટ ચિપ્સને હવે ક્રિસ્પી ક્રિસ્પી સર્વ કરો.