Recipe Tips : કેરીમાંથી બનાવો પોષકતત્વોથી ભરપુર મેંગો સ્પ્રાઉટ્સ પનીર સલાડ !! જાણો રેસીપી

May 14, 2024, 12:30 PM

ઉનાળાની સીઝનમાં કેરી ભરપૂર આવે છે. ત્યારે આપણે કેરીનો રસથી લઈને કેરીમાંથી અન્ય રેસીપી જેમ કે, આઈસ્ક્રીમ, કેક, મેંગો શેક, કેરીની ચટણી, અથાણું વગેરે બનાવતા હોઈએ છીએ.

પરંતુ કેરીનો ઉપયોગ કરીને તમે યુનિક કોમ્બિનેશન વાળું સલાડ પણ ટ્રાય કરી શકો છો. ઇન્સ્ટાગ્રામ એક ફેમસ શેફએ મેંગો સ્પ્રાઉટ પનીર સલાડની રેસીપી શેર કરી છે,

મેંગો સ્પ્રાઉટ્સ અને પનીર સલાડ, જેમાં કઠોળ, પનીર અને અન્ય કેરી વગેરે મિક્ષ કર્યું છે. જેથી તમને બધા પોષકતત્વો મળી રહે. વેઇટ લોસ જર્ની પર આ સલાડ ખાસ ટ્રાય કરવી જોઈએ.

તમે સલાડને ફ્રેશ બનાવીને ખાઈ શકો છો.આ સલાડ પોષણથી ભરપૂર છે, પ્રોટીનથી ભરપૂર છે અને પરફેક્ટ મીલ છે.

''મેંગો સ્પ્રાઉટ્સ પનીર સલાડ''

સામગ્રી : 1 સમારેલી કેરી, 1 કપ ફળગાવેલા મગ, 1 ચમચી સીંગ, 1 કપ પનીર, 1 સમારેલી ડુંગળી, 1 સમારેલ ટામેટા, 2-3 સમારેલ કેપ્સિકમ, લીંબુનો રસ , સોલ્ટ અથવા સંચળ, કોથમીર ગાર્નિશિંગ માટે

''મેંગો સ્પ્રાઉટ્સ પનીર સલાડ''

મેથડ : સૌ પ્રથમ કેરી, ડુંગળી, ટામેટા, કેપ્સિકમને સમારી લો. તેમાં ફણગાવેલા મગ અથવા સ્પ્રાઉટ એડ કરો.

હવે એક પેનમાં થોડું તેલ એડ કરીને પનીરને શેકી લો, આ પનીર સલાડના બાઉલમાં મિક્ષ કરો. તેમાં સીંગ, લીંબુનો રસ, સંચળ અથવા મીઠું ઉમેરો અને પ્રોપર મિક્ષ કરો. ત્યારબાદ કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.