Recipe Tips : લંચ માટે ખાસ શાકભાજીથી ભરપૂર રીફ્રેશીંગ રાયતા રેસીપી

May 25, 2024, 01:28 PM

ગરમી

ગરમી દિવસેને દિવસે તેનો પ્રકોપ બતાવી રહી છે. અસહ્ય ગરમીમાં જમવામાં છાશ કે દહીંનું સેવન કરવું જરૂરી છે જે તમને હાઈડ્રેટેડ રાખશે અને પાચન સંબંધી બીમારીઓથી દૂર રાખશે.

રેસીપી

ઇન્સ્ટાગ્રામ ઓમકાર પવાર દ્વારા હેલ્થી અને ટેસ્ટી રાયતાની રેસીપી શેર કરવામાં આવી છે બનાવામાં એકદમ સરળ છે.

રીફ્રેશીંગ રાયતા રેસીપી

રાયતામાં લીલા શાકભાજી ભરપૂર નાખવામાં આવ્યા છે જે ફાઈબર અને અન્ય જરૂરી પોષકતત્વોની કમી પુરી કરશે.

સામગ્રી

1 કપ ડુંગળી, 1 કપ ગાજર, 1 કપ બીટરૂટ, ફુદીનાના પાન 1/4 કપ, કોથમીર 1/4 કપ, 3-5 લીલું મરચું, 1 ચમચી જીરા પાવડર, 1/2 ચમચી મીઠું, 1/2 ચમચી ચાટ મસાલો અને 1/2 કિગ્રા દહીં

રાયતા રેસીપી

હવે શાકભાજી ઉમેર્યા બાદ તેમાં બેઝિક મસાલા જેમ કે, જીરા પાવડર, સ્વાદ અનુસાર મીઠું અને ચાટ મસાલો ઉમેરો અને તેને સારી રીતે મિક્ષ કરો.

સર્વિંગ

પ્રોપર મિક્સ કર્યા બાદ તેમાં ફુદીનાના પાન અને કોથમીરથી ગાર્નિશ કરી ફ્રેશ ક્રીમી રાયતાને જમવા સાથે સર્વ કરો.

Summer Drink : ગરમીમાં પીવો 2 મિનિટમાં તૈયાર થતું ગુલાબનું ઠંડુ ઠંડુ શરબત