રેસ્ટોરન્ટ સ્ટાઇલ કાશ્મીરી પુલાવ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી, સ્વાદ એવો કે ભુલાશે નહિ

Jun 07, 2025, 11:24 AM

કાશ્મીરી પુલાવ રેસીપી બાસમતી ચોખાને પહેલા બટર અને મસાલાની સાથે હલ્કા સાંતળવામાં આવે છે અને પછી તેને કેસરયુક્ત પાણીમાં પકવવામાં આવે છે.

કાશ્મીરી પુલાવ ત્યારબાદ થોડા તળેલા ડ્રાયફ્રૂટ્સ, કાપેલા તાજા ફળ અને તળેલી ડુંગળી મિક્ષ કરવામાં આવે છે. અહીં જાણો કાશ્મીરી પુલાવ બનાવાની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

કાશ્મીરી પુલાવ રેસીપી સામગ્રી

1/2 કપ બાસમતી ચોખા, 5 કેસરના તાંતણા, 1 ટેબલસ્પૂન દૂધ (ગરમ), 6 કાજુ, 6 બદામ, 1 તમાલ પત્ર, 2 લવિંગ, 1 લીલી એલચી, 2 તજનો ટુકડો, 1 લીલું મરચું, 1/2 ચમચી છીણેલું આદું,

કાશ્મીરી પુલાવ રેસીપી સામગ્રી

1 ડુંગળી, 1/4 કપ સફરજન, 1/4 કપ દાડમના દાણા, 1/2 કપ દ્રાક્ષ (બી કાઢેલી), મીઠું- સ્વાદ પ્રમાણે,2 ટેબલસ્પૂન ઘી, ડુંગળી તળવા માટે તેલ, 1 કપ પાણી

કાશ્મીરી પુલાવ રેસીપી

રાઈસને 2-3 વાર પાણીથી ધોઈ લો અને 15 મિનિટ સુધી પાણીમાં પલાળી દો. ત્યારબાદ ચોખામાંથી વધારાનું પાણી કાઢો અને ચોખાને એક બાજુ રાખો

કાશ્મીરી પુલાવ રેસીપી

કેસરને ટેબલસ્પૂન ગરમ દૂધમાં પલાળો, એક કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં કાજુ અને બદામ નાખો અને તેને હલ્કા ગોલ્ડન થાય ત્યાં સુધી સાંતળો. તેને થાળીમાં કાઢો.

કાશ્મીરી પુલાવ રેસીપી

1 ચમચી ઘી નાખો અને તેમાં તમાલ પત્ર, લવિંગ, લીલી એલચી અને તજનો ટુકડો નાખો સાંતળો. તેમાં લીલું મરચું, છીણેલું આદું નાખીને થોડી વાર માટે સાંતળો, તેમાં પલાળેલા અને પાણી કાઢેલા ચોખા નાખોં, તેને 2 મિનિટ માટે સાંતળો

કાશ્મીરી પુલાવ રેસીપી

તેમાં 1 કપ પાણી, પલાળેલું કેસર અને મીઠું નાખોં. તેને બરાબર મિક્ષ કરો અને મધ્યમ આંચ પર ઉકળવા મૂકો, જ્યારે તે ઉકળવા લાગે ત્યારે આંચને ધીમી કરો અને ઢાંકણ લગાવીને 10 મિનિટ અથવા ચોખા ચડી જાય ત્યાં સુધી પકાવો.

કાશ્મીરી પુલાવ રેસીપી

ભાત બની જાય પછી ગેસને બંધ કરી દો અને ઢાંકણ ખોલ્યા વગર રહેવા દો. ઢાંકણ ખોલો અને ચમચીથી હલાવી લો. બીજા પેનમાં ડુંગળી તળવા માટે તેલ ગરમ કરો અને તેલમાં નાખોં અને બદામી થાય ત્યાં સુધી તળો. ડુંગળીને વચ્ચે-વચ્ચે હલાવતા રહો.

કાશ્મીરી પુલાવ રેસીપી

બનાવેલા ભાતમાં ડ્રાયફ્રટ્સ, કાપેલા તાજા ફળ (સફરજન, દ્રાક્ષ, દાડમના દાણા) અને હલ્કી તળેલી ડુંગળી નાખોં, તેને ધીમેથી હલાવો અને સર્વિંગ બાઉલમાં કાઢો. તેને કોથમીરથી સજાવો.

ઓછી સામગ્રીમાં ચીઝ કોર્ન પરાઠા રેસીપી, પીઝા ભૂલી જશો !