ચોખાના બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ મીની ભજીયા, સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

Apr 19, 2025, 10:14 AM

ચોખાના મીની ભજીયા

ઉનાળો આવી ગયો છે. ત્યારે ઉનાળાની ગરમીમાં નાસ્તામાં શું બનાવવું એ પણ મોટો પ્રશ્ન છે. ખાસ કરીને બાળકોને ધ્યાનમાં રાખીને નાસ્તો બનાવવો એ દરેક માતા માટે પ્રશ્ન છે.

ચોખાના મીની ભજીયા

ઉનાળામાં તમે ચોખાના બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ મીની ભજીયા બનાવી શકો છો. આ મીની ભજીયા બાળકોને ખુબ જ ગમશે.

ચોખાના મીની ભજીયા

ચોખાના મીની ભજીયા બનાવવા એકદમ સરળ છે અને ઓછી વસ્તુની મદદથી બની જશે. તો ચાલો જાણીએ સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

ચોખાના મીની ભજીયાની સામગ્રી

ચોખા, બે બટાકા, લીલા મરચા, લીલા ધાણા, આદુ પેસ્ટ, જીરું, લીલું લસણ- સુંકુ લસણ, મીઠું.

ભજીયા બનાવવાની રીત

ચોખાના મીની ભજીયા બનાવવા માટે બે કપ ચોખાને ચાર કલાક સુધી પાણીમાં પલાળી રાખો. ચાર કલાક બાદ ચોખામાંથી પાણી કાઢીને મીક્સરમાં ફાઈન પેસ્ટ તૈયાર કરી લેવી.

ભજીયા બનાવવાની રીત

બીજી તરફ બે બાફેલા બટાકાને ખમણી વડે ખમણી લઈશું. એક બાઉલમાં ચોખાની પેસ્ટ, બટાકાની છીણ, કાપેલા લીલા મરચાં, લીલા ધાણા, આદુની પેસ્ટ, જીરું, લીલું લસણ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું.

ભજીયા બનાવવાની રીત

અહીં ધ્યાન રાખવું કે આ પેસ્ટમાં પાણી ઉમેરવાનું નથી. અને લીલું લરણ ન હોય તો સુકું લસણ પણ ખાંડીને નાંખી શકો છો.

ભજીયા બનાવવાની રીત

ભજીયાનું ખીરું તૈયાર થઈ જાય ત્યારે એક કઢાઈમાં તેલ નાંખીને હાઈફ્લેમમાં ગરમ થવા દો. હાઈ ફ્લેમમાં જ ખીરાના નાના નાના ભજીયા તેલમાં નાંખો.

ભજીયા બનાવવાની રીત

એકવાર ભજીયા તળાઈ જાય ત્યારે ફ્લેમને ધીમી કરીને ફરીથી ભજીયા તળો જેનાથી ભજીયા બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ થશે.

ભજીયા બનાવવાની રીત

આમ તમારા ચોખાના મીની ભજીયા તૈયાર થઈ જશે. આ ભજીયાને કેચઅપ કે ધાણા ફૂદીનાની ચટણી સાથે ખાઈ શકાય.