7 ફેબ્રુઆરીથી વેલેન્ટાઈ વીકની શરુઆત થઈ રહી છે. ત્યારે યુવા હૈયાઓ આ દિવસોની ખૂબ જ આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે.

Feb 05, 2025, 02:58 PM

વેલેન્ટાઈન વીકની શરુઆત રોઝ ડેથી થાય છે ત્યારે રોઝ એટલે કે ગુલાબનો ઉપયોગ વિવિધ પ્રકારે થાય છે.

ગુલાબમાંથી વિવિધ મીઠાઈઓ પણ બનતી હોય છે. જેમાંની એક છે રોઝ સીરપ જેનો ઉપયોગ ડેઝર્ટમાં થાય છે.

રોઝ સીરપની સામગ્રી

રોઝ સીરપ બનાવવા માટે જરૂર સામગ્રીની વાત કરીએ તો 1 કપ ગુલાબની પાંખડી 3 કપ પાણી 4 કપ ખાંડની જરૂર

રોઝ સીરપ રેસીપી

એક મોટી અને ઊંડી તપેલી લો, તેમાં ગુલાબની પાંખડીઓ નાખો અને તેમાં પાણી ઉમેરો. આખી રાત આમ જ રહેવા દો.

તેમાં ખાંડ ઉમેરો અને તેને ધીમી આંચ પર રાખો અને જ્યાં સુધી ખાંડ સંપૂર્ણપણે ઓગળી ન જાય ત્યાં સુધી હલાવતા રહો.

જ્યારે ખાંડ ઓગળી જાય, સ્ટવની ફ્લેમ વધારવી અને તેને ઉકળવા દો, તેને પાકવા દો અને ઘટ્ટ થવા દો.

જ્યારે તે ઘટ્ટ થાય, ત્યારે આંગળી વડે ચકાશો કે આ મીશ્રણમાં તાંતણા બને છે કે નહીં.