રોઝ શીર ખુરમા વેલેન્ટાઇન વીક દરમિયાન રોઝ ડે પર બનતી વાનગી છે. રોઝ ડે પર તમે ગુલાબીની પાંદડી માંથી રોઝ શીર ખુરમા બનાવી પાર્ટનરને સરપ્રાઇઝ આપી શકો છો. ઓછી સામગ્રીમાં ઝડપથી તૈયાર થતી આ સ્વિટ વાનગી તમારા સંબંધમાં મીઠાશ ઉમેરશે.
ફુલ ફેટ મિલ્ક, ખાંડ, ડ્રાયફુટ્સના ટુકડા, એલચી પાઉડર, કેસર, વર્મીસેલી, તાજા ગુલાબની પાંદડીઓ
રોઝ શીર ખુરમા બનાવવા માટે સૌ પ્રથમ ડ્રાયફ્રુટસ 1 કલાક ગરમ પાણીમાં પલાળી રાખો અને ત્યારબાદ પાણી નીતારી નાના ટુકડામાં કટ કરી લો.
આ દરમિયાન એક પેનમાં ઘી નાંખી ડ્રાયફ્રૂટ્સના ટુકડા બ્રાઉન રંગના શેકી લો. ત્યારબાદ આવી રીતે જ વર્મીસેલીની સેવ ઘીમાં બ્રાઉન રંગની શેકી લો.
હવે ગેસ ચાલુ કરો અને તપેલીમાં દૂધ નાંખી ઉકાળો. દૂધ સહેજ ઘટ્ટ થાય એટલે તેમા વર્મીસેલીની સેવ, ખાંડ, કેસર અને ડ્રાયફૂટ્સના ટુકડા નાંખી ઉકાળો. દૂધ ઘટ્ટ થાય એટલે કે ગેસ બંધ કરી દો.
રોઝ શીર ખુરમા ઠંડુ થયા બાદ ફ્રેશ ગુલાબીની પાંદડી નાંખી ફ્રિજમાં ઠંડુ થવા મુકો.
જ્યારે ખાવાની ઇચ્છા થાય ત્યારે સર્વિંગ બાઉલમાાં ફ્રેશ ગુલાબની પાંદડી ઉમેરી રોઝ શીર ખુરમા ખાવો.