ઘણા લોકોની ત્વચા સંવેદનશીલ હોય છે, જે ચહેરા પર બળતરા અને લાલાશનું કારણ બને છે. આ સમસ્યાને ઓછી કરવા માટે તમે ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો. આ તમારા ચહેરાની લાલાશ, બળતરા અને સોજો ઘટાડવામાં મદદ કરશે.
ગુલાબજળમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણો જોવા મળે છે જે ચહેરા પરના ખીલના ડાઘને ઘટાડે છે. એટલું જ નહીં તે પિગમેન્ટેશન પર પણ કામ કરે છે. તમે ફેસ પેક તરીકે ગુલાબજળ અને ચંદનનો પણ ઉપયોગ કરી શકો છો.
જે લોકોને ડાર્ક સર્કલની સમસ્યા હોય તેઓ ગુલાબજળના નિયમિત ઉપયોગથી તેને ઓછી કરી શકે છે. વધુ પડતા સ્ક્રીન ટાઈમને કારણે આજકાલ આંખોની નીચે ડાર્ક સર્કલ સામાન્ય બની ગયા છે. એક ચમચી ગુલાબજળમાં એલોવેરા જેલ મિક્સ કરીને દરરોજ રાત્રે ડાર્ક સર્કલ પર લગાવવાથી તમે તેનાથી રાહત મેળવી શકો છો.
ગુલાબજળના નિયમિત ઉપયોગથી સૂર્યના કારણે થતી ટેનિંગ ઓછી કરી શકાય છે. ગુલાબ જળ એ કુદરતી ટોનર છે, તેથી ટેનિંગ દૂર કરવા માટે, રાત્રે ગુલાબ જળ લગાવવાનું શરૂ કરો. ગુલાબજળનો નિયમિત ઉપયોગ ત્વચાને હાઇડ્રેટ રાખે છે. તે સ્કિનમાં ડ્રાયનેસ ઘટાડે છે અને સ્કિનને એક્સ્ફોલિયેટ કરે છે. ગુલાબજળનો નિયમિત ઉપયોગ સ્કિનમાં ભેજ જાળવી રાખે છે.