Roti Mithai Recipe : વધેલી રોટલીમાંથી ઘરે બનાવો સરળ મીઠાઈ, જાણો રેસીપી

Sep 04, 2024, 04:07 PM

ક્યારેક રોટલી વધારે બની જતી હોઈ છે, તેથી પડી રહે છે અથવા ફેંકી દેવી પડે છે, પંરતુ એમાંથી તમે ટેસ્ટી અને બહાર જેવી મોંઘી મીઠાઈ બનાવી શકો છો, અહીં જાણો રેસીપી

સામગ્રી

4 રોટી, 1 કપ ગરમ દૂધ, ½ ટીસ્પૂન ઈલાઈચી પાવડર, 2 ચમચી ઘી, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર, ચપટી મીઠું, 1 ​​½ કપ દૂધ પાવડર, ખાંડની ચાસણી, વ્હીપિંગ ક્રીમ, પિસ્તાની કતરણ

રોટી મીઠાઈ રેસીપી

4 રોટલી લો એનો જીણો પાઉડર કરો અને મિક્ષરમાં પીસી લો, ત્યારબાદ ¾ કપ ગરમ દૂધ ઉમેરો.

રોટી મીઠાઈ રેસીપી

ત્યારબાદ મિક્ષરમાં ½ ટીસ્પૂન ઈલાઈચી પાવડર ઉમેરો અને તેને 10 મિનિટ માટે પલળવા દો પછી સારી રીતે મિક્સ કરો અને હવે 2 ચમચી ઘી, 1 ટીસ્પૂન બેકિંગ પાવડર ઉમેરો.

રોટી મીઠાઈ રેસીપી

હવે ચપટી મીઠું નાખો , 1 ½ કપ દૂધ પાવડર, સારી રીતે મિક્સ કરો અને કણક બાંધો. ત્યારબાદ તમારી ચોઈસના રોલમાં રોલ કરો અને ડીપ ફ્રાય કરો અને 6-8 કલાક માટે ગરમ ચાસણીમાં ઉમેરો.

Instant Mithai Recipe : ગેસ સળગાવ્યા વગર જલ્દી બની જાય એવી ઇન્સ્ટન્ટ મીઠાઈ રેસીપી