Nov 07, 2025
આપણા ઘરમાં ભોજન બનાવતી સમયે ઘણી વખત રોટલી વધે છે. આવા સંજોગોમાં તમારે રોટલી ફેંકવાના બદલે કોઈ સરળ રીતે ટેસ્ટી નાસ્તો બનાવી શકો છો.
તમે વધેલી રોટલીમાંથી ટેસ્ટી પાસ્તા બનાવી શકો છે. તેની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ.
વધેલી રોટલી, તેલ, જીરું, ડુંગળી, કેપ્સિકમ, ટામેટું, મીઠી મકાઇનો પાવડર, ગરમ મસાલો, ટામેટાની ચટણી, મીઠું, લીલા ધાણા, ચિલી સોસ.
વધેલી રોટલીમાંથી પાસ્તા બનાવવા માટે સૌ પ્રથમ રોટલીના નાના-નાના ટુકડા કરી લો.
હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ મેળવીને વઘાર કરો.
તેમાં સમારેલી ડુંગળી ઉમેરીને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો. હવે તેમાં કેપ્સિકમ, ધાણા પાવડર, ટામેટું, ગરમ મસાલો અને મીઠું ઉમેરીને બરાબર હલાવો.
આ પછી તેમાં ટામેટાની ચટણી, ચિલી સોસ, મકાઇનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી લો. છેલ્લે તેમાં કટકા કરેલી રોટલી ઉમેરી બરાબર મિક્સ કરો.
હવે તેને ધીમા તાપે બેથી ત્રણ મિનિટ સુધી રાંધો. આ પછી તેને એક બાઉલમાં લઇને તેના પર લીલા ધાણા ઉપર નાખી સર્વ કરી શકો છો.