બચેલી રોટલીમાંથી બને છે આટલી બધી ટેસ્ટી અને હેલ્ધી વાનગીઓ?

Apr 25, 2025, 03:11 PM

સામાન્ય રીતે દરેક ઘરમાં ભોજન બાદ ગણતરીની રોટલીઓ તો બચી જ જતી હોય છે.

મોટાભાગના ઘરોમાં બચેલી રોટલીને વઘારીને ચા સાથે પણ ખવાતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે બચેલી રોટલીમાંથી અનેક પ્રકારની વાનગીઓ બને છે.

રોટી ચુરમું

બચેલી રોટલીને થોડી ગરમ કરીને ભુક્કો કર્યા બાદ તેમાં ઘી અને ગોળ નાંખીને ચુરમું બનાવવામાં આવે છે

રોટી ટાકોઝ

બચેલી રોટલીમાં બાફેલા બટાકા, વટાણા, ડુંગળીનો મસાલો ભરીને તવી પર શેકીને ટાકોઝ બનાવવામાં આવે છે.

રોટી ખાખરા

બચેલી રોટલીને લોઢાની તવી પર ખાખરાની જેમ દબાવી દબાવીને સેકીને ખાખરા બનાવવામાં આવે છે.

તળેલી મસાલા રોટલી

બચેલી રોટલીને મનગમતા આકારમાં કાપીને તેલમાં તળવાથી અને તેના ઉપર મરચું મીઠું માસાલા સાથે તળેલી રોટલી બનાવવામાં આવે છે. આનો સ્વાદ જોરદાર આવે છે.

કાઠિયાવાડી રોટલીનું શાક

બચેલી રોટલીના ટુકડા કરીને દહીમાં માસાલા નાખી લસણ અને ડુંગળીના વઘાર સાથે બનાવવામાં આવે છે.

રોટલી હાંડવો

રોટલીને દહીંમાં પલાળીને તેમાં હાંડવામાં જરૂરી વસ્તુઓનો ઉપયોગ કરીને હેલ્થી હાંડવો બનાવી શકાય છે.

મસાલા શક્કરપારા

બચેલી રોટલીમાંથી સક્કર પારા આકારમાં ટૂકડા કરીને તેલમાં તળવીને ઉપરથી મરચું મીઠું ભભરાવીને બનશે મસાલા શક્કરપારા.

રોટી મીની પિઝા

બચેલી રોટલીને વાટકીના આકારમાં કટ કરીને તેના ઉપર પીઝાના ટોપિંગ કરીને બેક કરવાથી રોટી મીની પિઝા બની જશે.

રોટલી ભેળ

રાટલીને તેલમાં તળ્યા બાદ તેનો ભુક્કો કરીને તમાં ડુંગળી, ટામેટા, ધાણા, ચાટ મસાલો, લીલા મરચા, લીંબુ નાંખીને ભેળ બનાવી શકાય.

વઘારેલી રોટલી

દરેક ઘરમાં બચેલી રોટલીમાંથી વઘારેલી રોટલી બનાવવામાં આવે છે. રોટલીને એકદમ ઝીણી મસળીની તેલમાં વઘારીને વઘારેલી રોટલી બનાવવામાં આવે છે.