7-8 સીંગદાણા, 1/2 ચમચી રાઈ, ચપટી હિંગ, 7-8 મીઠા લીમડાના પાન, સ્વાદ અનુસાર મીઠું, 1 સમારેલી ડુંગળી, 1/2 હળદર પાઉડર, 1/2 ચમચી લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર અને ચાટ મસાલા
સૌ પ્રથમ બધી રોટલીને એક સાથે એક સરખી કટ કરીને મિક્ષરમાં બ્લેન્ડ કરી લો.
હવે એમાં સીંગદાણા, મીઠા લીમડાના પાન, સ્વાદ અનુસાર મીઠું, સમારેલી ડુંગળી નાખો અને સારી રીતે મિક્ષ કરો.
ત્યારબાદ ગેસ પર એક પેન પણ ગરમ કરો તેમાં 1 ચમચી તેલ નાખો અને રાઈ નાખો. રાઈ તતડે એટલે હિંગ નાખો.
ત્યારબાદ તેમાં મસાલા નાખો, સહેજ હળદર પાઉડર, લાલ મરચું પાઉડર, ધાણા જીરું પાઉડર અને ચાટ મસાલા નાખો.
હવે તેમાં રોટલીનું બ્લેન્ડ કરેલ મિક્ષર ઉમેરો અને સારી રીતે મિક્ષ કરો. 1 મિનિટ માટે થવા દો, તેમાં કોથમીરથી ગાર્નિશ કરીને સર્વ કરો.