કોઈપણ રસાવાળા શાકનો સ્વાદ ડબલ કરશે આ મસાલો, પરફેક્ટ માપ સાથેની રેસીપી

Jun 09, 2025, 11:10 AM

રસાવાળા શાકનો મસાલો

આપણા ઘરોમાં રસાવાળા શાક બનતા હોય છે પરંતુ ક્યારે શાકનો સ્વાદ ઉપર નીચે થઈ જતો હોય છે.

રસાવાળા શાકનો મસાલો

જોકે, હવે તમારા શાકનો સ્વાદ ઉપર નીચે નહીં થાય. કારણ કે કોઈપણ રસાવાળા શાક માટેનો મસાલો બનાવી શકાય.

રસાવાળા શાકનો મસાલો

આ મસાલો એકવાર બનાવીને સ્ટોર કરી શકાય છે અને તેને કોઈપણ રસાવાળા શાકમાં વાપરી શકાય છે. તો ચાલો પરફેક્ટ માપ સાથેની રેસીપી જોઈએ.

સામગ્રી

એક ટેબલ સ્પૂન સેકેલા સિંગદાણા, એક ટેબલ સ્પૂન પાપડી, સફેદ તલ, ધાણાજીરું પાઉડર, હળદર,

સામગ્રી

સૂકા નાળિયેરની છીણ, ગરમ મસાલો, કાશ્મિરી લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ

મસાલો બનાવવાની રીત

આ મસાલો બનાવવા માટે સૌથી પહેલા એક મીક્સ જારમાં એક ટેબલ સ્પૂન સેકેલા સિંગદાણા, એક ટેબલ સ્પૂન પાપડી, એક ટેબલ સ્પૂન સફેદ તલ ઉમેરો.

મસાલો બનાવવાની રીત

ત્યાર બાદ તેમાં એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાઉડર, હળદર, એક ટેબલ સ્પૂન સૂકા નાળિયેરની છીણ, અડધી ચમચી ગરમ મસાલો ઉમેરો.

મસાલો બનાવવાની રીત

હવે તેમાં અડધી ચમચી કાશ્મિરી લાલ મરચું, એક ટેબલ સ્પૂન ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો. હવે મીક્સરને એક ઉપર ફેરવીને મસાલાને દરદરો પીસી દો.

મસાલો બનાવવાની રીત

આ મસાલાને એરટાઈટ કન્ટેનરમાં ભરીને લાંબો સમય સુધી સાચવી શકાય છે. અને આ માસાલને કોઈપણ રસાવાળા શાકમાં વાપરી શકાય છે.