Jul 29, 2025
એક કપ સાબુદાણા, 2 બાફેલા બટાકા, 2 બારીક સમારેલું લીલા મરચા, 2-3 ચમચી મગફળી, 1/2 કાળા મરી પાવડર, સ્વાદ મુજબ ફરાળી મીઠું સિંધવ મીઠું
સાબુદાણા આપ્પે બનાવવા માટે સૌ પ્રથમ સાબુદાણાને 6 કલાક પલાળી રાખો, બટાકાને પણ બાફી લો.
હવે સાબુદાણામાંથી વધારાનું પાણી કાઢીને એક બાઉલમાં કાઢી લો. હવે તેમાં બાફેલા બટાકા ઉમેરો અને તેને સાબુદાણા સાથે સારી રીતે મિક્સ કરો.
હવે મગફળીને એક તપેલીમાં શેકી લો અને ઠંડી થાય એટલે તેને બારીક પીસી લો, હવે સાબુદાણા અને બટાકાના મિશ્રણમાં બારીક સમારેલા લીલા મરચાં અને મગફળી મિક્સ કરો.
સ્વાદ મુજબ કાળા મરી પાવડર અને ફરાળી મીઠું ઉમેરો અને બધું મિક્સ કરો. હવે તેમાંથી આપ્પેના આકારમાં નાના ગોળા તૈયાર કરો. હવે અપ્પે સ્ટેન્ડ પર તેલ લગાવો.
હવે તૈયાર કરેલા બોલ્સને અપ્પે પેનમાં મૂકો. હવે તેને ઢાંકીને થોડીવાર માટે કુક કરો. હવે તેને પલટાવીને બીજી બાજુ કુક કરો. જ્યારે તે બંને બાજુથી સોનેરી થઈ જાય અને સારી રીતે કુક જાય, ત્યારે તેને બહાર કાઢો અને સર્વ કરો.