Jun 18, 2025
વરસાદ પડે ત્યારે મોટાભાગના ઘરોમાં ભજીયા તો ચોક્કસ બને, વરસાદી માહોલમાં ભજીયા ખાવા દરેક ગુજરાતીની પહેલી પસંદ છે.
ત્યારે આ ચોમાસામાં તમે ચણાના લોટના ભજીયા કરતા સાબુદાણાના ભજીયા ટ્રાય કરી શકો છો.
આ ભજીયા માત્ર સ્વાદિષ્ટ, ક્રિસ્પી અને સ્વસ્થ માટે લાભદાયી પણ છે. સાબુદાણા ભજીયા બનાવવામાં ખૂબ જ સરળ છે.
સાબુદાણા - 1 કપ, મકાઈનો લોટ - 2 ચમચી, બાફેલા બટાકા - 2 (છૂંદેલા), સિંગદાણા- અડધો કપ, લીલા મરચા - 2 (ઝીંણા સમારેલા), ડુંગળી - 1 (ઝીણા સમારેલા)
આદુ - 1 ચમચી (પેસ્ટ),લીલા ધાણા, મીઠું - સ્વાદ અનુસાર, લીંબુનો રસ - 1 ચમચી, તેલ - તળવા માટે
સૌપ્રથમ સાબુદાણાને સારી રીતે ધોઈને 4 કલાક પલાળી રાખો, તેમાં વધારે પાણી નાખો નહીં.
હવે પલાળેલા સાબુદાણા, છૂંદેલા બટાકા, મકાઈનો લોટ અને ક્રસ કરેલા સિંગદાણા એક વાસણમાં નાખો.
પછી તેમાં લીલા મરચા, આદુ, ડુંગળી, ધાણાના પાન, સિંધવ મીઠું અને લીંબુનો રસ નાખો. બધું બરાબર મિક્સ કરો અને ઘટ્ટ મિશ્રણ બનાવો.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો અને આ મિશ્રણમાંથી નાના ભજીયા બનાવો તેલમાં નાંખો. તેને સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.
તૈયાર કરેલા ગરમ ભજીયાને લીલી ચટણી અથવા દહીં સાથે પીરસો. કાપેલી ડુંગળી કે તળેલા મરચા સાથે ખાઈ શકાય છે.