Jul 04, 2025
હિંદુ ધર્મમાં હવે ઘણા તહેવારો અને વ્રતની શરૂઆત થઇ રહી છે. વ્રતમાં લોકો ઉપવાસ કરે છે અને ફરાળી વાનગીઓ ખાય છે.
જો તમે પણ ઉપવાસ કરી રહ્યા છો તો અમે તમારા માટે સાબુદાણા કલાકંદ બરફીની રેસીપી જણાવી રહ્યા છીએ.
સાબુદાણા, દૂધ, ખાંડ, ઇલાઇચી પાઉડર, ઘી, કાજુ, પિસ્તા, બદામ.
કલાકંદ બનાવવા માટે સૌથી પહેલાં સાબુદાણાને સારી રીતે ક્લિન કરી લો. આ પછી ગેસ પર પેન મુકો અને સાબુદાણા નાખો અને થોડીવાર રોસ્ટ કરો. આ પછી તેને ઠંડા થવા દો.
ઠંડા થાય પછી મિક્સર જારમાં સાબુદાણા નાખો અને તેને ક્રશ કરી લો અને પાઉડર જેવા બનાવી લો. આ પછી ગરણીથી ગાળી લો.
બીજી તરફ ગેસ પર એક કડાઇમાં દૂધ નાખો અને હાઇ ફ્લેમ પર ગરમ કરો. તેને ચમચાથી સતત હલાવતા રહો. ગરમ કરીને દૂધને બાળીને હાફ કરી નાખો.
આ પછી તેમાં ખાંડ ઉમેરો અને ધીમી ફ્લેમ પર તેને સતત હલાવતા રહો. દૂધમાં ખાંડ ઓગળી જાય ત્યાં સુધી હલાવો.
ફરી એક વખત ગેસ પર પેન મુકો અને તેમાં ઘી એડ કરો. બાદમાં તેમાં સાબુદાણાનો પાઉડર એડ કરો અને થોડીવાર પકવા દો. ગેસ ધીમી ફ્લેમ પર રાખવો.
ત્યારબાદ તેમાં દૂધની બનાવેલી રબડી એડ કરો અને સારી રીતે હલાવી ઘટ્ટ બનાવો. તેમાં એલાઇચી પાઉડર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. આ રીતે તમારી સાબુદાણાની કલાકંદ બરફી તૈયાર થઇ જશે.
આ પછી આ બરફીને એક વાસણમાં ઠંડી થવા માટે રાખો. તેની ઉપર તમે પિસ્તા, કાજુ, બદામ ઉમેરી શકો છો. આ પછી તમે ચોરસ સાઇઝમાં કાપી લો અને સર્વ કરો.