2 ચમચી ઘી, 1 કપ પલાળેલા સાબુદાણા, 1 વાટકી કાજુ, બદામ અને સૂકી દ્રાક્ષ, 1/2 ચમચી ઈલાયચી પાઉડર, થોડી કેસર, 1 ગ્લાસ દૂધ, 3 ચમચી ખાંડ
સૌ પ્રથમ એક મોટા પેનમાં ઘી નાખો, એમાં કાજુ, બદામ અને સૂકી દ્રાક્ષને સારી રીતે સાતંળી લો. સહેજ ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ ગેસ બંધ કરો અને ઉતારી લો.
હવે પલાળેલા સાબુદાણાને એજ ઘી વાળા પેનમાં સારી રીતે સાંતળો, 2-3 મિનિટ સુધી એને મિક્ષ કરતા રહો.
હવે સાબુદાણામાં દૂધ ઉમેરો, અને પ્રોપર મિક્ષ કરતા રહો, પછી ધીમે ધીમે દૂધ ઉકળવા લાગશે તેને 5-7 મિનિટ ઉકળવા દો, ત્યારબાદ એમાં ખાંડ ઉમેરો.
ખાંડ ઉમેર્યા બાદ સતત હલાવતા રહો, એમાં કેસર નાખો અને ત્યારબાદ ઇલાચીનો પાઉડર ઉમેરો.
અને ધીમા ગેસ પર થોડી વાર માટે સારી રીતે 5-7 મિનિટ માટે કુક થવા દો, થઇ જાય એટલે ઉપવાસમાં ગરમ ગરમ સાબુદાણા ખીરની મજા માણો.