ફરાળી વાનગીમાં સાબુદાણા ખીચડી સૌથી ફેમસ ડીશ છે. ઘણા લોકોને સાબુદાણા ખીચડી ખાવી ગમે છે પરંતુ રેસીપી જાણતા ન હોવાથી બજારમાંથી લાવે છે. તમે પણ બજાર જેવી ટેસ્ટી સાબુદાણા ખીચડી ઘરે બનાવી શકો છો
સાબુદાણા, શેકેલી સીંગનો ભુક્કો, દાડમના દાણા, બાફેલા બટેકા, લીલા મરચા, કોથમીર, ફરાળી મીઠું, લીબુનો રસ, જીરું, તેલ
સાબુદાણા ખીચડી બનાવવા સૌથી પહેલા સાબુદાણા પાણીમાં 10 મિનિટ પલાળી રાખો, હવે પાણી કાઢી એક વાસણમાં સાબુદાણાને 4 થી 6 કલાક રાખી મૂકો
હવે કુકરમાં બટાકા બાફી લો અને કાચી સીંગ શેકીને ભુક્કો કરી લો, તમારા સ્વાદ અનુસાર લીલા મરચા ખાંડીને તૈયાર રાખો
હવે એક કઢાઇમાં તેલ ગરમ કરો, તેમા જીરું નાંખો, ત્યારબાદ બટાકા નાંખી મિક્સ કરો
હવે અગાઉથી પલાળી રાખેલા બટાકા નાંખો અને બરાબર મિક્સ કરો
હવે તેમા સ્વાદ અનુસાર ફરાળી મીઠું અને લીંબુનો રસ નાંખો ફરી મિક્સ કરો,
બધી સામગ્રી બરાબર મિક્સ કરી કઢાઈને કોઇ વાસણ વડે 5 મિનિટ ઢાંકી દો. કઢાઈમાં સાબુદાણા ચોંટે નહીં તેનું ધ્યાન રાખો.
હવે સાબુદાણા ખીચડી પર દાડમના દાણા અને ફરાળી ચેવડો ઉમેરો ફરાળી વાનગીનો સ્વાદ માણો