Jul 10, 2025
સાબુદાણા ખીચડી એક લોકપ્રિય વાનગી છે જે વ્રત કે ઉપવાસ માં ખાવામાં આવે છે.
ટેસ્ટી અને છુટી સાબુદાણા ખીચડી બનાવવાની રેસીપી અહીં જણાવી રહ્યા છીએ. જે એકદમ સરળ છે.
સાબુદાણા, જીરું, તેલ, બારીક સમારેલા લીલા મરચાં, મીઠા લીમડાનાં પાન, ગરમ મસાલા પાઉડર, બાફેલા બટાકા, શેકેલા મગફળીના દાણા, છીણેલું સૂકું નારિયેળ, હળદર, લીંબુનો રસ, ખાંડ, મીઠું, બારીક સમારેલા લીલા ધાણા, પાણી.
સૌ પ્રથમ સાબુદાણાને પાણીથી ધોઈ લો અને 2 કલાક માટે પાણીમાં પલાળી રાખો. પલાળેલા સાબુદાણામાંથી વધારાનું પાણી કાઢવા માટે તેને એક ચાળણીમાં નાખો. તેને 1-2 કલાક માટે તેમ જ રહેવા દો.
એક નોનસ્ટિક પેનમાં મધ્યમ આંચ પર તેલ ગરમ કરો. ગરમ તેલમાં જીરું નાખો. જ્યારે જીરું ગોલ્ડન થવા લાગે ત્યારે બારીક સમારેલા લીલા મરચાં અને મીઠા લીમડાનાં પાન નાખો અને સાંતળો.
આ પછી તેમાં સાબુદાણા નાખો અને બરાબર મિક્સ કરો. તેને સતત ચમચાથી હલાવીને થોડીવાર માટે પકાવો. તેમાં હળદર અને મીઠું નાખો અને બરાબર મિક્સ કરો.
તેને મધ્યમ આંચ પર જ્યાં સુધી સાબુદાણા પારદર્શી થઈ જાય ત્યાં સુધી પકાવો. તેને સતત હલાવતા રહો.
ત્યારબાદ તેમાં બાફેલા બટાકાં, પીસેલી મગફળી, છીણેલું નારિયેળ, લીંબુનો રસ, ખાંડ અને ગરમ મસાલા પાઉડર નાખો. તેને બરાબર મિક્સ કરો અને થોડી મિનિટ માટે ચમચાથી સતત હલાવીને પકાવો.
આ પછી ગેસને બંધ કરી દો. સાબુદાણા ખીચડીને એક બાઉલમાં કાઢો અને લીલા ધાણાથી સજાવો અને સર્વ કરો. તમે ઉપર ચેવડો પણ નાખી શકો છો.