સાબુદાણા ખીચડી ઉપવાસમાં ખાવા માટે પ્રખ્યાત ફરાળી વાનગી છે. સાબુદાણા ખીચડીમાં સાબુદાણા, બટાકા, સીંગદાણા માંથી બને છે. મહાશિવરાત્રી પર બજાર જેવી ટેસ્ટી સાબુદાણા ખીચડી બનાવવાની સરળ રીત અહીં આપી છે.
સાબુદાણા, બટાકા, શેકાલા સીંગદાણા, ઝીણા સમારેલા લીલા મરચા અને કોથમીર, લીંબુનો રસ, ફરાળી મીઠું, જીરું, તેલ અને લાલ મરચું
સાબુદાણા ખીચડી બનાવવા માટે સાબુદાણાને 10 થી 15 મિનિટ સુધી પાણીમાં પલાળી રાખો. સાબુદાણા બરાબર ભીના થઇ જાય એટલે પાણી નીતારી 4 થી 5 કલાક સુધી રહેવા દો.
કુકરમાં પાણી નાંખી બટાકાને બાફી લો, ત્યારબાદ બટાકાની છાલ કાઢી તેને કાપી લો.
આ દરમિયાન સીંગદાણા શેકીને સાફ કરી લો. લીલા મરચા અને લીલા કોથમીર પાણીમાં ઘોઇ ઝીણા સમારી લો.
એક કડાઇમાં તેલ ગરમ કરો, જીરું અને સમારેલા લીલા મરચાને સાંતળી લો.
ત્યાર પછી બાફેલા બટાકા, સાબુદાણા અને શેકેલા સીંગદાણા અને ફરાળી મીઠું નાંખી બરાબર મિક્સ કરો અને 5 થી 10 મિનિટ સુધી પકવવા દો.
કડાઇમાં રહેલી નીચેથી દાઝી ન જાય તે માટે સાબુદાણા ખીચડીને બરાબર હલાવતા રહો.
સાબુદાણામાં ખીચડીમાં લીંબુનો રસ અને ઝીણું સમારેલું કોથમીર ઉમેરી સર્વ કરો.
સાબુદાણા ખીચડી દહીં કે છાશ સાથે ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે.