Jul 09, 2025
હિન્દુ ધર્મમાં તહેવારોની સિઝન શરુ થઇ ગઇ છે. જેમાં ઘણા લોકો ઉપવાસ કરે છે અને ફરાળ જમે છે.
અમે તમારી માટે ફરાળી સાબુદાણા પરાઠા રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવવામાં પણ ખૂબ જ સરળ છે.
સાબુદાણા, બાફેલા બટાકા, ઘી, રાજગરાનો લોટ, સિંધવ મીઠું. બારીક સમારેલા લીલા મરચાં, છીણેલું આદુ, બારીક સમારેલા કોથમીરના પાન, લીંબુનો રસ, કાળા મરીનો પાઉડર.
સાબુદાણા પરાઠા બનાવવા માટે પહેલા સાબુદાણાને સારી રીતે ધોઈને આખી રાત પાણીમાં પલાળી રાખો.
સવારે સાબુદાણામાંથી વધારાનું પાણી કાઢીને તેને હળવા હાથે મેશ કરો જેથી સાબુદાણા નરમ થઈ જાય અને સરળતાથી ગૂંથાઈ જાય.
હવે એક બાઉલમાં પલાળેલા સાબુદાણા, બાફેલા ક્રશ કરેલા બટાકા, સિંધવ મીઠું, લીલા મરચાં, આદુ, લીલા ધાણા, લીંબુનો રસ, કાળા મરીનો પાવડર અને રાજગીરાનો લોટ નાખો. આ બધું સારી રીતે મિક્સ કરો અને તેમાંથી નરમ લોટ બાંધો
આ પછી તમારા હાથ પર થોડું ઘી લગાવો અને તૈયાર કરેલા મિશ્રણમાંથી એક લોઇ તોડી હાથ કે રોલિંગ પિનની મદદથી ધીમે ધીમે તેને પોલીથીન શીટ પર ગોળ પરાઠાના આકારમાં વણો.
ખાસ ધ્યાન રાખો કે પરાઠા ખૂબ પાતળા ન બને, નહીં તો તે રોલ કરતી વખતે તૂટી શકે છે. હવે ગરમ તવા પર થોડું ઘી લગાવો અને પરાઠાને મધ્યમ તાપ પર બંને બાજુથી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો.
તમારો સ્વાદિષ્ટ અને ટેસ્ટી ફરાળી સાબુદાણા પરાઠા તૈયાર છે. તમે તેને દહીં, સોસ અથવા લીલી ચટણી સાથે ગરમાગરમ પીરસી શકો છો.