શ્રાવણ મહિનામાં ઘણા લોકો ઉપવાસ કરે છે અને ફક્ત ફરાળ જમે છે.
રોજ-રોજ એકને એક વસ્તુ ખાઇને કંટાળી ગયા છો તો અમે તમારા માટે ઉપવાસની એક નવી રેસીપી સાબુદાણા વડા લઇને આવ્યા છીએ.
સાબુદાણા, બાફેલા બટાકા, મગફળી, મરી પાવડર, કાશ્મીરી લાલ મરચુ પાવડર, તેલ, લીંબુ, સિંધવ મીઠું.
પહેલા સાબુદાણાને ચારથી પાચ કલાક પલાળી રાખો પછી પાણી નિતારી લો અને કોરા કરી એક બાઉલમાં લઇ લો.
બટાકા બાફી લો અને તેની છાલ ઉતારી મેશ કરી લો. બીજી તરફ મગફળીના દાણાને શેકીને તેનો ભુક્કો કરી લો.
હવે એક બાઉલમાં સાબુદાણા, બાફેલા બટાકાની મેશ, મગફળીના દાણાનો ભુક્કો, લાલ મરચુ પાઉડર, મરી પાઉડર, સિંધવ મીઠું અને લીંબુનો રસ નાખી બધુ મિકસ કરો.
આ બધુ મિકસ કરીને વડાનો લોટ તૈયાર કરી લો. આ પછી હાથથી થેપીને વડા બનાવી લો.
હવે ગેસ ચાલુ કરી એક કડાઇમાં તેલ ગરમ કરવો મુકો. તેલ ગરમ થાય એટલે વડાને તળી લો. વડા સોનેરી રંગના થઇ જાય એટલે બહાર કાઢી લો.
આ રીતે તમારા સાબુદાણા વડા તૈયાર થઇ જશે. તમે તેને ચટણી કે દહીં સાથે સર્વ કરી શકો.