સાઉથ ઈન્ડિયન વાનગીનો સ્વાદ તેના સાંભરમાં છુપાયેલો છે. સાંભર ટેસ્ટી હોય ત્યારે જ ઇડલી ઢોંસા ખાવા ગમે છે. સાંભર મસાલાથી દાળ વધુ સ્વાદિષ્ટ લાગે છે.
સામાન્ય રીતે મોટાભાગના લોકો બજાર માંથી સાંભર મસાલા પેકેટ ખરીદે છે. જો કે લાંબા ગાળે તૈયાર સાંભર મસાલા પેકેટનો ઉપયોગ આરોગ્ય માટે નુકસાનકારક હોય છે.
આવી સ્થિતિમાં બજારના તૈયાર સાંભર મસાલા પેકેટના બદલે તમે ઘરે પણ સાંભર મસાલા બનાવી શકો છો. ઘરે બનાવેલો સાંભર મસાલા સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ હોય છે.
સાંભર મસાલા બનાવવા માટે 1 ચમચી ચણા દાળ, 1 ચમચી તુવેર દાળ, 1 ચમચી કાળા ચણા, 10 સુકા લાલા મરચા, 1/4 કપ આખા ધાણા, 10 મીઠા લીમડીના પાન, 2 ચમચી જીરું, 1 ચમચી કાળા મી, 1 નાની ચમચી હીંગ લો.
સૌથી પહેલા હળદર અને દાળને સિવાય બધા આખા મસાલાને શેકી લો. ગેસ ચાલુ કરી કડાઇમાં મસાલા શેકતી વખતે સતત હલાવતા રહો, જેથી દાઝી કે કાળા ન થઇ જાય. મસાલાની સુગંઘ આવે ત્યાં સુધી શેકવા. એક વાતનું ધ્યાન રાખો તેલ કે ઘી વગર મસાલા શેકવાના છે.
ગેસ ચાલુ કરી કડાઇમાં બધી દાળને સારી રીતે ક્રંચી થાય ત્યાં સુધી શેકી લો.
હવે બધા મસાલા, હળદર અને દાળ મિક્સ જારમાં બારીક પાઉડર જેવું પીસી લો. તમારો સાંભર મસાલા તૈયાર છે.
ઘરે બનાવેલો સાંભર મસાલા હવાચુસ્ત ડબ્બામાં ભરી સ્ટોર કરો. આ રીતે તૈયાર કરેલો સાંભર મસાલા ઇડલી ઢોંસા અને વિવિધ સાઉથ ઈન્ડિયન રેસીપીમાં ઉમેરી વાનગીની મજા માણો. ઘરે બનાવેલો સાંભર મસાલા લાંબા સમય સુધી ફ્રેશ રહે છે.