2 કપ તુવેર દાળ (કપડા પર ધોઈને સૂકવી લેવી), 3 ચમચી તેલ, 1 ધાણાજીરું, 3 ચમચી આખું જીરું, 2 ચમચી ચણાની દાળ, 1 ચમચી અડદની દાળ, 3 ચમચી ચોખા, 1 ચમચી મેથીના દાણા , 12-15 સૂકા લાલ મરચાં, 15-20 મીઠા લીમડાના પાન, 2 ચમચી આમલી, 1 ટીસ્પૂન સરસવના દાણા, ½ ટીસ્પૂન હિંગ,1 ચમચી હળદર, 1 ચમચી મીઠું, 2 ચમચી ગોળ
તુવેરની દાળને ધોઈને સૂકવીને સંપૂર્ણપણે કોરી થવા દો અને કડાઈમાં શેકી લો અને ઠંડી થવા દો.
ત્યારબાદ કડાઈમાં 3 ચમચી જીરું, 2 ચમચી ચણાની દાળ, 1 ચમચી મેથી દાણા, 1 ચમચી અડદની દાળ, 3 ચમચી ચોખા, 12-15 સૂકા લાલ મરચાં, મીઠા લીમડાના પાન, 2 ચમચી આમલી નાખીને બધું રોસ્ટ કરી લો.
તેને ઠંડુ થવા દો અને શેકેલી તુવેર દાળ સાથે મિક્સ કરો અને ઝીણા પાવડરમાં પીસી લો.
હવે કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરો, તેમાં 1 ટેબલસ્પૂન રાઈ, મીઠા લીમડાના પાન, 2-3 સૂકા લાલ મરચાં નાખીને સાંતળો.
હવે ગ્રાઇન્ડેડ પાવડર, 1 ટીસ્પૂન હળદર પાઉડર, સ્વાદ અનુસાર મીઠું, 2 ચમચી ગોળ, ½ ટીસ્પૂન હિંગ નાખીને 2-3 મિનિટ માટે શેકો લો અને એક એયર ટાઈટ ડબ્બામાં ભરી લો.