Oct 27, 2025

ઘરે બનાવો સ્વાદીષ્ટ સમોસા, એકદમ મોજ પડી જશે

Ashish Goyal

સમોસા

સમોસા ભારતનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ બધી ઉંમરના લોકોનો પસંદગીનો નાસ્તો છે.

Source: social-media

સમોસા રેસીપી

બહાર જેવા ટેસ્ટી સમાસો તમે ઘરે પણ બનાવી શકો છો. અહીં સમોસાની રેસીપી જણાવી રહ્યા છીએ.

Source: social-media

સમોસા બનાવવાની સામગ્રી

ઘઉંનો લોટ, મેંદો, બાફેલા બટાકા, લીલા વટાણાના દાણા, ઘી, અજમો, ડુંગળી, લસણની પેસ્ટ, આમચૂર પાઉડર, લીલા મરચા, મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, ધાણા પાઉડર, લીલી કોથમીર, તેલ, પાણી.

Source: social-media

સમોસા બનાવવાની રીત, સ્ટેપ 1

સૌ પ્રથમ સમોસાનો લોટ તૈયાર કરવા માટે એક વાસણમાં ઘઉંનો લોટ, મેંદો, અજમો, ઘી અને મીંઠું લો. હાથ વડે બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો. ગરમ પાણી વડે લોટ બાંધો અને તેને 10 મિનિટ માટે રહેવા દો.

Source: social-media

સ્ટેપ 2

એક પ્રેશર કૂકરમાં લીલા વટાણાના દાણા અને બટાકા લો. તેમાં મીઠું અને પાણી નાખીને નરમ થાય ત્યાં સુધી બાફી લો. બટાકાંની છાલ ઉતારીને તેને હલ્કા મેશ કરો અથવા નાના નાના ટુકડાઓમાં કાપો.

Source: social-media

સ્ટેપ 3

સમાસોમાં ભરવાનો મસાલો બનાવવા માટે ડુંગળી, લીલા મરચા અને કોથમીર ઝીણા સમારી લો. હવે એક પેનમાં થોડું તેલ નાંખો, હવે તેમા ડુંગળી, લીલા મરચાં, લસણ અને આદુની પેસ્ટ ઉમેરો. બાફેલા બટાકા, લીલા વટાણા મિક્સ કરી તેમાં બધા મસાલા અને મીઠું નાખો.

Source: social-media

સ્ટેપ 4

હવે દરેક સામગ્રી બરાબર મિક્સ કરી તેના પર થોડીક કોથમીર ભભરાવો. ગેસ બંધ કરી દો અને મસાલાને એક બાઉલમાં કાઢો. તેને થોડીવાર ઠંડુ થવા દો.

Source: social-media

સ્ટેપ 5

હવે સમોસાના લોટ માંથી નાના-નાના બોલ બનાવો અને તેને રોટલી જેમ વણી લો. રોટલીને વચ્ચે થી બે ભાગમાં કાપી લો. રોટલીમાંથી સમોસા જેમ આકાર આપી વચ્ચે બટાકાનો મસાલો ભરો. આ સમોસાની કિનારી પર તેલ કે પાણી લગાડી તેને બરાબર બંધ કરી લો.

Source: social-media

સમોસા તૈયાર

હવે એક કડાઇમાં તેલ ગરમ કરી સમોસા ફ્રાય કરો. મધ્યમ આંચ પર ગોલ્ડન બદામી રંગના થાય ત્યાં સુધી તળો. આ પછી સમાસોને એક બાઉલમાં કાઢી લો. આ સમોસા તમે ગ્રીન અને રેડ ચટણી સાથે સર્વ કરો. તમે ચા સાથે પણ સમોસા થાઇ શકો છો.

Source: social-media

Source: social-media