સમોસા રેસીપી, એકદમ સ્વાદીષ્ટ લાગશે

Nov 28, 2025, 12:09 AM

સમોસા નાસ્તો

સમોસા ભારતનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ એકદમ ટેસ્ટી લાગે છે. સવારે અને સાંજે નાસ્તામાં ખાઇ શકો છો.

સમોસા રેસીપી

બહાર જેવા ટેસ્ટી સમાસો તમે ઘરે પણ બનાવી શકો છો. અહીં સમોસાની રેસીપી જણાવી રહ્યા છીએ.

સમોસા બનાવવાની સામગ્રી

ઘઉંનો લોટ, મેંદો, બાફેલા બટાકા, લીલા વટાણાના દાણા, આમચૂર પાઉડર, લીલા મરચા, મીઠું સ્વાદ અનુસાર, ઘી, અજમો, ડુંગળી, લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું પાઉડર, ધાણા પાઉડર, લીલી કોથમીર, તેલ, પાણી.

સમોસા બનાવવાની રેસીપી , સ્ટેપ 1

સૌ પ્રથમ સમોસાનો લોટ તૈયાર કરવા માટે એક વાસણમાં ઘઉંનો લોટ, મેંદો, અજમો, ઘી અને મીંઠું લો. હાથ વડે બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો. ગરમ પાણી વડે લોટ બાંધો અને તેને 10 મિનિટ માટે રહેવા દો.

સ્ટેપ 2

એક પ્રેશર કૂકરમાં લીલા વટાણાના દાણા અને બટાકા લો. તેમાં મીઠું અને પાણી નાખીને નરમ થાય ત્યાં સુધી બાફી લો. બટાકાંની છાલ ઉતારીને તેને હલ્કા મેશ કરો અથવા નાના નાના ટુકડાઓમાં કાપો.

સ્ટેપ 3

સમાસોમાં ભરવાનો મસાલો બનાવવા માટે ડુંગળી, લીલા મરચા અને કોથમરી ઝીણા સમારી લો. હવે એક પેનમાં થોડું તેલ નાંખો, હવે તેમા ડુંગળી, લીલા મરચાં, લસણ અને આદુની પેસ્ટ ઉમેરો. બાફેલા બટાકા, લીલા વટાણા મિક્સ કરી તેમાં બધા મસાલા અને મીઠું નાખો.

સ્ટેપ 4

હવે દરેક સામગ્રી બરાબર મિક્સ કરી તેના પર થોડીક કોથમીર ભભરાવો. ગેસ બંધ કરી દો અને મસાલાને એક બાઉલમાં કાઢો. તેને થોડીવાર ઠંડુ થવા દો.

સ્ટેપ 5

હવે સમોસાના લોટ માંથી નાના-નાના બોલ બનાવો અને તેને રોટલી જેમ વણી લો. રોટલીને વચ્ચે થી બે ભાગમાં કાપી લો. રોટલીમાંથી સમોસા જેમ આકાર આપી વચ્ચે બટાકાનો મસાલો ભરો. આ સમોસાની કિનારી પર તેલ કે પાણી લગાડી તેને બરાબર બંધ કરી લો. સમોસાને 5 થી 10 મિનિટ રહેવા દો.

સ્ટેપ 6

હવે એક કડાઇમાં તેલ ગરમ કરી સમોસા ફ્રાય કરો. મધ્યમ આંચ પર ગોલ્ડન બદામી રંગના થાય ત્યાં સુધી તળો. આ પછી સમાસોને એક બાઉલમાં કાઢી લો. આ સમોસાને તમે ગ્રીન અને રેડ ચટણી કે સમોસા સાથે સર્વ કરો. તમે ચા સાથે પણ સમાસો થાઇ શકો છો.