Sep 12, 2025
સમોસા ભારતનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. મોટાભાગના લોકોનો પસંદગીનો નાસ્તો છે.
બહાર જેવા ટેસ્ટી સમાસો તમે ઘરે પણ બનાવી શકો છો. અહીં સમોસાની રેસીપી જણાવી રહ્યા છીએ.
ઘઉંનો લોટ, મેંદો, બાફેલા બટાકા, લીલા વટાણાના દાણા, આમચૂર પાઉડર, લીલા મરચા, મીઠું, ઘી, અજમો, ડુંગળી, લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું પાઉડર, ધાણા પાઉડર, લીલી કોથમીર, તેલ, પાણી.
સૌ પ્રથમ સમોસાનો લોટ તૈયાર કરવા માટે એક વાસણમાં ઘઉંનો લોટ, મેંદો, અજમો, ઘી અને મીંઠું લો. હાથ વડે બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો. ગરમ પાણી વડે લોટ બાંધો અને તેને 10 મિનિટ માટે રહેવા દો.
એક પ્રેશર કૂકરમાં લીલા વટાણાના દાણા અને બટાકા લો. તેમાં મીઠું અને પાણી નાખીને નરમ થાય ત્યાં સુધી બાફી લો. બટાકાંની છાલ ઉતારીને તેને હલ્કા મેશ કરો અથવા નાના નાના ટુકડાઓમાં કાપો.
સમાસોમાં ભરવાનો મસાલો બનાવવા માટે ડુંગળી, લીલા મરચા અને કોથમીર ઝીણા સમારી લો. હવે એક પેનમાં થોડું તેલ નાખો, હવે તેમા ડુંગળી, લીલા મરચાં, લસણ અને આદુની પેસ્ટ ઉમેરો. બાફેલા બટાકા, લીલા વટાણા મિક્સ કરી તેમાં બધા મસાલા અને મીઠું નાખો.
હવે દરેક સામગ્રી બરાબર મિક્સ કરી તેના પર થોડીક કોથમીર ભભરાવો. ગેસ બંધ કરી દો અને મસાલાને એક બાઉલમાં કાઢો. તેને થોડીવાર ઠંડુ થવા દો.
હવે સમોસાના લોટ માંથી નાના-નાના બોલ બનાવો અને તેને રોટલી જેમ વણી લો. રોટલીને વચ્ચે થી બે ભાગમાં કાપી લો.
રોટલીમાંથી સમોસા જેમ આકાર આપી વચ્ચે બટાકાનો મસાલો ભરો. આ સમોસાની કિનારી પર તેલ કે પાણી લગાડી તેને બરાબર બંધ કરી લો. સમોસાને 5 થી 10 મિનિટ રહેવા દો.
હવે એક કડાઇમાં તેલ ગરમ કરી સમોસા ફ્રાય કરો. મધ્યમ આંચ પર ગોલ્ડન બદામી રંગના થાય ત્યાં સુધી તળો. આ પછી સમાસોને એક બાઉલમાં કાઢી લો.
આ સમોસાને તમે ગ્રીન અને રેડ ચટણી સાથે સર્વ કરો. તમે ચા સાથે પણ સમાસો થાઇ શકો છો.