સરગવો ખાવાથી રોગપ્રતિકારક શક્તિ વધે, પથરીની સમસ્યાથી છુટકારો, કોલેસ્ટેરોલ ઓછું થાય, બ્લડપ્રેશર સામાન્ય રહે છે.
સરગવો આ ઉપરાંત પાચન સુધારે, દાંતને પોલાણથી બચાવે, પેટને લગતી સમસ્યાથી છુટકારો અને આર્થરાઇટિસમાં ફાયદાકારક સાબિત થાય છે.
2-3 સરગવાની સીંગ, 1 બારીક સમારેલી ડુંગળી, તાજી કોથમીર, સ્વાદ મુજબ મીઠું, કાળા મરી, ઘી અથવા બટર, બારીક સમારેલું આદુ-લસણ, હળદર પાઉડર
સૌ પ્રથમ સરગવો ધોઈને સમારીને કડાઈમાં પાણી નાખીને સરગવો, સમારેલ ડુંગળી અને કોથમીર નાખીને બાફી લો.
ત્યારબાદ 5 થી 7 મિનિટ માટે બાફીને તેને મિક્ષરમાં ગ્રાઈન્ડ કરીને ગાળી લો.
એક કડાઈમાં બટર નાખીને આદુ અને લસણની પેસ્ટ નાખીને શેકી લો, એમાં થોડી હળદર પાઉડર અને સહેજ મીઠું નાખો.
હવે એમાં સહેજ પાણી નાખીને કાળા મરીનો પાઉડર નાખીને મિક્ષ કરો, થોડી વાર માટે ઉકળવા દો.