સરસો કી સબ્જી પંજાબની ફેમસ વાનગી છે. શિયાળામાં મકાઈના રોટલા સાથે સરસો કી સબ્જી ખાવાની મજા પડે છે. પંજાબી ઢાબા સ્ટાઇલ સરસવની સબ્જી બનાવવાની રેસીપી તમે ઘેર પણ ટ્રાય કરી શકો છો.
સરસો નું શાક એ પંજાબની ફેમસ શિયાળું ચટાકેદાર વાનગી છે. સરસો કા સાગ (સરસવ ભાજીનું શાક) ઘરે બનાવવા માટે જાણો સરસોં દા સાગ રેસિપી. લીલું લસણ, ટામેટા, ડુંગળી અને અનેક મસાલાથી ભરપપુર સરસો નું શાક સ્વાદ અને હેલ્થ માટે બેસ્ટ છે.
સરસવ ભાજી, બથુઆની ભાજી કે સુવાની ભાજી લીલી ડુંગળી, રાઇ, સુકું કે લીલું લસણ, આદું, લીલા મરચા, આખા લાલા મરચા, ટામેટા, હિંગ, તેલ કે ઘી અથવા બટર
સરસો કી સબ્જી બનાવવા માટે સૌથી પહેલા સરસવ, બથુઆ કે સુવાની લીલી ભાજી પાણીમાં ધોઇ લો અને ઝીણી સમારી લો.
હવે એક કઢાઈમાં 2 -3 ગ્લાસ પાણી નાંખી ગેસ પર મૂકો, પાણી સહેજ ગરમ થાય જાય એટલે તેમા સરસવની ભાજી નાંખી 15 મિનિટ સુધી બાફો.
એક પેન લો તેમા ઘી કે બટક નાંખે, પછી તેમા રાઇ, હિંગ, આખા લાલા મરચા, સમારેલી લીલી ડુંગળી, આદું, ટામેટા અને લસણનો વધાર કરો. ડુંગળી લસણ સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો.
હવે તેમા બાફેલી સરવસની ભાજી નાંખી. ભાજીને ચમચા દબાવી જેથી બધી સામ્રગી એકરસ થઇ જાય. સબ્જીને વાસણ વડે ઢાંકી દો.
સરસો કી સબ્જીની સબ્જી બફાઇ જાય એટલે ગેસ બંધ કરી દો
મકાઈના રોટલા સાથે સરસો કી સબ્જીની પર ફ્રેશ બટર કે ફ્રેશ ક્રિમ નાંખી વાનગીનો આનંદ માણો.