તહેવારોમાં મીઠાઇ ખાવાનો રિવાજ છે. જો કે આજકાલ બજારમાં ભેળસેળવાળા માવાની મીઠાઇ મળે છે, જે આરોગ્યને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં તમે માવા વગર શુદ્ધ મીઠાઇ સત્તુ પેડા બનાવી શકાય છે.
સત્તુ એક દેશી આહાર છે, જે પ્રોટીન જેવા પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. અહીં સત્તુ પેંડા બનાવવાની રીત જણાવી છે.
સત્તુ પાઉડર, કોપરાની છીણ, ખાંડ બુરુ, ઘી, એલચી પાઉડર, ડ્રાયફુટ્સના ટુકડા
સત્તુ પેંડા બનાવવા માટે સૌથી પહેલા શેકેલા સાદ ચણાના છીલકા ઉતારી સાફ કરો
હવે મિક્સ જારમાં શેકેલા ચણા નાંખી તેનો સત્તુ પાઉડર બનાવો, પછી તેને ચાળણી વડે ચાળી લો
એક મોટા વાસણમાં સત્તુ પાઉડર નાંખો
પછી તેમા ઘી અને ખાંડ બુરુ, એલચી પાઉડર ઉમેરી સામગ્રી મિક્સ કરો
આ મિશ્રણને હાથ વડે લોટ જેમ મસળી એક નરમ અને મુલાયમ બનાવો
પછી આ લોટ માંથી નાના નાના ગોળ પેંડા બનાવો
પેંડા પર પિસ્તા, કાજુ બદામની કતરણ લગાવી સર્વ કરો
આ રીતે ઘરે બનાવેલા સત્ત પેંડા 4 થી 5 સુધી ફ્રેશ રહે છે. રક્ષાબંધન કે દિવાળી પર ભેળસેળવાળી મીઠાઇના બદલે ઘરે જ શુદ્ધ સત્તુ પેંડા બનાવી ખાઇ શકાય છે.