સત્તુ પાઉડર, 3 બાફેલા બટાકા, 2 ચમચી શેકેલી મગફળી, 1 ચમચી કાજુ,1 ચમચી બદામ, 2 બારીક સમારેલી ડુંગળી,
2 ચમચી બારીક સમારેલ લીલી કોથમીર, 2 બારીક સમારેલા લીલા મરચાં, 2 ચમચી લીંબુ, મીઠું સ્વાદ મુજબ, થોડું લાલ મરચું પાઉડર, 1/2 ચમચી કાળા મરીનો પાઉડર
ટિક્કી બનાવવા માટે સૌપ્રથમ એક વાસણમાં સત્તુનો લોટ ચાળી લો, તેમાં બાફેલા બટાકા, શેકેલા અને છીણેલા મગફળી, શેકેલા કાજુ, સમારેલા બદામ, ડુંગળી, લીલી કોથમીર, લીલા મરચાં ઉમેરો.
ત્યારબાદ મીઠું, લાલ મરચું, કાળા મરી, ચાટ મસાલો, જરૂર, લાલ મરચું અને લીંબુનો રસ ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી ટિક્કી તૈયાર કરો.
હવે આ કણકમાંથી નાની ટિક્કી બનાવો. હવે એક નોન-સ્ટીક પેન લો અને તેને ગ્રીસ કરો. આ પછી ટિક્કીઓને તવા પર બંને બાજુથી હળવા બ્રાઉન કલરની થાય ત્યાં સુધી શેકો. તેને કેચઅપ અથવા લીલી ચટણી સાથે પીરસો.