શ્રાવણ માસના વ્રત ઉપવાસમાં દરમિયાન ફરાળી વાનગી ખાવામાં આવે છે. મોટાભાગના લોકો ગાજર કે રાજગરો અને શિંગોડાના લોટનો હલવો ઉપવાસમાં ખાય છે. જો તમને યુનિક હલવો ખાવાની ઇચ્છા છે, તો અહીં આપેલી રેસીપી ટ્રાય કરવી જોઇએ.
કોળાનો હલવો વ્રત ઉપવાસ દરમિયાન ખાવામાં આવે છે. હકીકતમાં કોળું એક પ્રકારનું ફળ છે, તેમાંથી ફરાળી વાનગી બનાવી શકે છે. કોળાનો હલવો ગાજરના હલવા કરતા વધુ સ્વાદિષ્ટ લાગે છે.
પાકેલું પીળું કોળું, દૂધ, ઘી, ખાંડ, એલચી પાઉડ, કોપરાની છીણ, ડ્રાયફૂટ્સના ટુકડા
કોળાનો હલવો બનાવવા પાકેલા પીળા કોળાનો ઉપયોગ કરવો. કોળાની છાલ ઉતારી તેને છીણી લો
હવે ગેસ ચાલુ કરી કઢાઇમાં ઘી ઓગાળો
ઘી ઓગળી જાય પછી છીણેલું કોળું કઢાઇમાં નાંખી પકવો, આ દરમિયાન કોળું દાઝે નહીં તેની માટે કઢાઇમાં હલાવતો રહો, કોળાનો હલવો બનાવવાની રીત ગાજરના હલવા જેવી જ છે
કોળું નરમ પડે અને પાણી શોષાઇ જાય ત્યાર પછી દૂધ નાંખી બરાબર હલાવો અને પકવવા દો
કઢાઇનું દૂધ શોષાઇ જાય અને હલવો ઘટ્ટ થાય પછી ખાંડ અને એલચી પાઉડર ઉમેરી બધી સામગ્રી મિક્સ કરો
કોળાનો હલવો એકદમ ઘટ્ટ થાય પછી ડ્રાયફુટ્સના ટુકડા ઉમેરી પાંચેક મિનિટ પકવો
તમારો સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક કોળાનો હલવો તૈયાર છે. વ્રત ઉપવાસમાં કોળાનો હલવો ખાઇ શકાય છે.