Jul 10, 2025
શ્રાવણ મહિનામાં ઘણા લોકો વ્રત ઉપવાસ કરે છે. વ્રત ઉપવાસમાં ચટપટી ફરાળી વાનગી ખાવાની ઇચ્છા થાય છે. અહીં ફરાળી અરવી પેટીસ રેસીપી આપી છે.
ફરાળી અરવી પેટીસી બનાવવી બહું સરળ છે. સૌથી ખાસ વાત એ છે કે, આ ફરાળી વાનગી ઓછા તેલમાં તળિયા વગર બની જાય છે. અરવી ખાવાથી શરીરને પોષણ મળે છે.
અરવી, શેકેલી સીંગનો ભુક્કો, બાફેલા બટાકા, લીલા મરચા, તેલ, ફરાળી નમક, તલ, કાળા મરી પાઉડર, લાલ મરચું પાઉડર, તલ, લીલું કોથમીર
અરવી અને બટાકા પાણીમાં બરાબર ધોઇ લો. ત્યાર પછી પ્રેશર કુકરમાં પાણી નાંખી અરવી અને બટાકા બરાબર બાફી લો.
બાફેલા અરવી અને બટાકાની છાલ ઉતારો, પછી એક બાઉલમાં અરવી અને બટાકા ચમચી વડે બરાબર મેશ કરી લો
હવે તેમા શેકેલી સીંગનો ભુક્કો, સમારેલા લીલા મરચા, ફરાળી નરમ, લાલ મરચું પાઉડર, કાળા મરી પાઉડર અને ઝીણા સમારેલા કોથમીર ઉમેરી બધી સામગ્રી બરાબર મિક્સ કરો
હાથ પર તેલ લગાડી આ મસાલા માંથી મીડિયમ કદની ગોળ પેટીસ બનાવો, પેટીસ પર થોડાક તલ લગાવો
ગેસ ચાલુ કરી એક નોન સ્ટીક પેન કે તવો ગરમ કરી અરવી પેટીસને શેકો. પેટીસ શેકવા માટે તેલનો ઉપયોગ કરવી શકાય છે
અરવી પેટીસ બંને બાજુથી ક્રિસ્પી બ્રાઉન થાય ત્યા સુધી શેકો
ગરમા ગરમ અરવી પેટીસ ખાટી મીઠી ચટણી અને ગ્રીન ચટણી કે દહીં સાથે ખાઇ શકાય છે.
નોંધ:- અરવી પેટીસ બનાવવા માટે બટાકાના બદલે કાચા કેળાનો ઉપયોગ કરી શકાય છે. પેટીસનું સ્ટ્રક્ચર બરાબર બને તેની માટે શિંગાડોનો લોટ શેકીને ઉમેરી શકાય છે.