Skin Care Tips : ડબલ સીઝનમાં હાથ ડ્રાય થઇ જાય છે તો મુલાયમ સ્કિન માટે આટલું કરો

Mar 19, 2024, 12:46 PM

શિયાળો પૂરો થયો છે અને ગરમીની શરૂઆત થઇ ગઈ છે.

આ ડબલ સીઝનની અસર આપણા શરીર પર પણ પડે છે, સ્કિન ખુબજ ડ્રાય થઇ જાય છે.

જેમાં હાથને પણ અસર થાય છે અને ડ્રાય થઇ જાય છે. ખાસ કરીને મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે.

ઘણા લોકો શરીરની ગરમી, સતત વાસણ ધોવા, કપડા ધોવા, શાકભાજી કાપવાથી હાથની નરમાઈ ગુમાવવાની ફરિયાદ કરે છે.

પરંતુ આ સમસ્યાનું સમાધાન છે, સ્કિનની ડ્રાયનેસ ઓછી કરવા અહીં ખૂબ જ સરળ ઉપાયો આપ્યા છે,

 બદામનું તેલ : જો તમારા હાથની ત્વચા ખરબચડી હોય તો હાથને ગરમ પાણીમાં પલાળી રાખો અને બદામના તેલથી માલીશ કરો.

સનસ્ક્રીન : બહાર જતા પહેલા સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં. તે સૂર્યના કિરણોને તમારા સ્કિન પર અસર કરતા અટકાવે છે.

એલોવેરા: તેમાં પોલિસેકેરાઇડ્સ હોય છે. આને કારણે, સ્કિન ભેજવાળી અને નરમ રહે છે. હાથની કોમળતા માટે તાજા એલોવેરા જેલને  હાથ પર લગાવો.

ઉનાળાની અસહ્ય ગરમીમાં સ્કિન ટેનિંગ થઇ જાય છે તેથી જ્યારે પણ તમે બહાર જાવ ત્યારે ગ્લોવ્ઝ પહેરો, અને ફેસને દુપટ્ટા વડે કવર કરો. 

 દરરોજ સવારે ઉઠી આ પીણાંનું કરો સેવન, સ્વાસ્થ્ય માટે થશે ગુણકારી સાબિત